બોટાદ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે પણ આ વખતે AAP નું ઝાડું ફર્યું છે.
Gujarat Assembly Election 2022 Results: બોટાદ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. જોકે અહીં આ વખતે અપસેટ સર્જાયો છે અને ભાજપના આ ગઢમાં આપે પોતાનું ઝાડું ફેરવ્યું છે અને ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને હરાવ્યા છે.
બોટાદ વિધાનસભા બેઠક (botad assembly constituency) ભાજપનો ગઢ રહ્યો છે. અહીંથી ભાજપના દિગ્ગજ નેતા સૌરભ પટેલ જીતતા આવ્યા હતા. જોકે આ વખતે અપસેટ સર્જાયો છે અને ભાજપના આ ગઢમાં આપે પોતાનું ઝાડું ફેરવ્યું છે અને ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને હરાવ્યા છે.
બોટાદ બેઠક (Botad assembly seat) પર ભાજપના ટોચના નેતા સૌરભ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ કલાઠીયાનો માત્ર 906 મતોથી પરાજય થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, 906 મત કરતાં વધુ મત તો નોટામાં પડ્યા હતા. જેથી આગામી સમયમાં કોંગ્રેસ આ બેઠક પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.
2017 કરતા 2022 વિધાનસભાની ચૂંટણીમાં માહોલ થોડો અલગ જોવા મળી શકે છે. અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવા નેતા હાર્દિક પટેલ હવે ભાજપમાં છે.
જેના પરિણામે કદાચ ભાજપને આ વખતે ગત ચૂંટણી જેટલું પાટીદાર ફેક્ટર નડે નહીં તેવું પણ બને. આ ઉપરાંત ભાજપ સરકારે પાટીદાર નેતાઓની ઘણી માંગ સ્વીકારી છે અને તેને અમલમાં પણ મૂકી છે.
આવી સ્થિતિમાં કોંગ્રેસને 2017ની ચૂંટણી જેવો લાભ નહીં થાય. અલબત્ત કેટલાક સ્થળોએ સરકાર વિરુદ્ધ જુવાળ છે. અનેક સ્થળો વિકાસ કાર્યો માટે ઝંખે છે. આવી બેઠકોનો લાભ કોંગ્રેસ લઈ શકે છે.
બોટાદના મતદાતા
બોટાદ વિધાનસભા મતવિસ્તાર - બોટાદ વિધાનસભા (107) ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલ છે અને ભાવનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ 356354 વસ્તીમાંથી 63.43% ગ્રામીણ અને 36.57% શહેરી વસ્તી છે.
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 6.4 અને 0.19 છે. 2019ની મતદાર યાદી મુજબ, આ મતવિસ્તારમાં 268175 મતદારો અને 306 મતદાન મથકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન 59.89% હતું
જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે 68.3% હતું. બોટાદ નવો જિલ્લો બન્યો તે પહેલાં બોટાદ સહિતના તમામ તાલુકાઓ ભાવનગર જિલ્લામાં આવતા હતા. પરંતુ રાજ્ય સરકારે નવા જિલ્લાઓ બનાવવાની કરેલી જાહેરાત બાદ બોટાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકાઓનો એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. જે હાલ બોટાદ જિલ્લા તરીકે ઓળખાય છે. બોટાદ જિલ્લામાં કોળી અને પટેલ સમાજનું વર્ચસ્વ રહ્યું છે.