Home /News /gujarat /Share Market Today: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામની બજાર પર દેખાશે અસર

Share Market Today: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામની બજાર પર દેખાશે અસર

આજે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામની અસર બજાર પર દેખાશે.

Gujarat Election Result Effect on Share Market: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામની આજે શેરબજાર પર અસર જોવા મળશે. છેલ્લા પાંચ સેશનની વાત કરીએ તો બજારમાં 1000 પોઈન્ટ કરતાં પણ વધારે ઘટાડો જોવા મળ્યો છે. તેમાં પણ ગઈકાલે RBI દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યા બાદ બજારમાં 215 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

વધુ જુઓ ...
  મુંબઈઃ ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામોની શેરબજાર પર શું અસર થશે? આ પ્રશ્ન સાથે જ્યારે અમે નિષ્ણાતો પાસે ગયા તો તેઓએ કહ્યું કે વર્તમાન ચૂંટણી પરિણામોની અસર બજાર પર જરુર પડશે. કારણ કે આ પરિણામો બાદ બજેટની જાહેરાતો નક્કી થશે. સરળ શબ્દોમાં કહીએ તો 2024માં દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં વર્તમાન વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી ઘણા સંકેતો મળી શકે છે કે સરકાર આગામી બજેટને લઈને કેવી જાહેરાતો કરી શકે છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 13 અનુસૂચિત જાતિ માટે, 27 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ વખતે રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે કુલ 1,621 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે એટલે કે 8 ડિસેમ્બરે આવશે.

  આ પણ વાંચોઃ Gujarat Election Results 2022 Live: ગુજરાતમાં પુનરાવર્તન કે પરિવર્તન? આજે ગુજરાત ચૂંટણીનાં પરિણામો જાહેર થતા થશે ફેંસલો

  આઈઆઈએફએલ સિક્યોરિટીઝના નિષ્ણાતના જણાવ્યા અનુસાર હતું કે એક્ઝિટ પોલ બાદ માર્કેટમાં મોટા ઘટાડાની કોઈ શક્યતા નથી. ગુજરાતની ચૂંટણીના પરિણામો પર સમગ્ર દેશની નજર છે. ત્યાં ભાજપ સત્તામાં વાપસી કરે તેવું લાગી રહ્યું છે. ભારતીય બજાર માટે આ સારા સમાચાર હશે. હા, હિમાચલમાં સખત સ્પર્ધા ચોક્કસપણે છે પરંતુ કંઈપણ શક્ય છે. એકંદરે બંને રાજ્યોની ચૂંટણીની જે અસર થવાની હતી તેની બજાર પર થઈ છે. આવી સ્થિતિમાં વધુ ઘટાડાની કોઈ શક્યતા નથી. આસમાની મોંઘવારીમાંથી રાહત મળ્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પણ બુધવારે રેપો રેટમાં મોટો વધારો નહીં કરે. આ માર્કેટને વેગ આપવાનું કામ કરશે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં નિફ્ટી ફરી એકવાર 18,900 અને સેન્સેક્સ 63,000ને પાર કરશે. 8મી ડિસેમ્બર એટલે કે પરિણામના દિવસે પણ બજારમાં સારી તેજી જોવા મળી શકે છે.

  આ પણ વાંચોઃ પરિણામ પહેલા છેલ્લી ઘડીના સટ્ટા બજારમાં ભારે ગરમાગરમી, દિલ્હીના પરિણામની અસર ભાવ પર દેખાઈ?

  છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન પર નજર કરીએ તો સેન્સેક્સ લગભગ 1,000 પોઈન્ટ્સ તૂટ્યો છે. 1 ડિસેમ્બરે સેન્સેક્સ 63,413 પોઈન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે, 6 ડિસેમ્બરે એટલે કે આજે સેન્સેક્સ 62,469.59 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે સેન્સેક્સમાં લગભગ 1000 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે રોકાણકારોની નજર હવે રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામો, ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર છે. આ સાથે 13-14 ડિસેમ્બરના રોજ ફેડરલ રિઝર્વની બેઠક પણ ચાલુ છે. તે નક્કી કરશે કે નજીકના ભવિષ્યમાં રોકાણકારોનો 'મૂડ' કેવો રહેશે. આ સાથે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ અને રૂપિયાની મુવમેન્ટ પણ બજારની દિશા માટે મહત્વની રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. એકંદરે બજારનો મૂડ પોઝિટિવ રહે છે. રોકાણકારોને ડરવાનું કોઈ કારણ નથી.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Gujarat assembly election results, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन