મોરબીની ત્રણેય વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.
Gujarat Assembly Election 2022 Result: મોરબીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂંટણી પહેલા જ મોરબીમાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ વિરોધ પક્ષોએ ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. પરંતુ આ પછી પણ મોરબીની જનતાએ ભાજપને મત આપ્યો હતો.
Gujarat Assembly Election 2022 Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે. ગણતરીના કલાકોમાંજ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી જીત તરફ આગળ વધી છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં જ બીજેપીને ભારે બહુમત મળી ગયો છે. ગુજરાતમાં ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત 2002માં મળી હતી. ત્યારે ભાજપે 127 બેઠકો જીતી હતી. આ વખતે ભાજપ આ રેકોર્ડ તોડીને 157થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે મોરબીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂંટણી પહેલા જ મોરબીમાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ વિરોધ પક્ષોએ ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. પરંતુ આ પછી પણ મોરબીની જનતાએ ભાજપને મત આપ્યો હતો.
મોરબીની ત્રણેય વિધાનસભા બેઠકો પર ભાજપ
મોરબીમાં ભાજપના કાંતિલાલ અમૃતિયા 50,000થી વધુ વોટના માર્જિનથી જીતી ગયા છે. બ્રિજ દુર્ઘટના દરમિયાન લોકોને બચાવવા તેમણે મચ્છુ નદીમાં કૂદી પડયા હતા. જિલ્લાની ત્રણેય બેઠકો મોરબી, ટંકારા અને વાંકાનેર પર ભાજપની જીત થઇ છે. મોરબીમાં ભાજપે સિટીંગ ધારાસભ્યની ટિકિટ કાપીને કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી હતી. હાલ મોરબીની ત્રણેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.
કાંતિ અમૃતિયા ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપર ખાતે પટેલ પરિવારમાં થયો હતો. તેમણે યુવા વયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયા અને નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. આ સંસ્થાના પૂર્ણ-સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી, તેઓ BJPમાં જોડાયા હતા. કાંતિ અમૃતિયા તેમના સામાજિક જીવનના પ્રારંભિક વર્ષોમાં RSSના સ્વયંસેવક હતા. તેમણે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરોને સક્રિય કરવાનું પણ કાર્ય કર્યું હતું. તેઓએ રાજકીય સફરની શરૂઆતમાં મોરબી નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી હતી.
મોરબી બ્રિજ અકસ્માત 30 ઓક્ટોબર 2022 ના રોજ થયો હતો. જ્યારે ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા હતા. આ પુલ પર 500 થી વધુ લોકો હતા, જ્યારે તેની કુલ ક્ષમતા માત્ર 125 હતી, જે અકસ્માતનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત નગરપાલિકાને જાણ કર્યા વિના નિયત સમય પહેલા આ બ્રિજ કોઈપણ પ્રકારના ફિટનેસ સર્ટિફિકેટ વગર શરૂ કરી દેવામાં આવ્યો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર