Home /News /gujarat /રાજકોટ પશ્ચિમ અને ઘાટલોડિયા વિધાનસભા સીટે આપ્યા ગુજરાતને 4 મુખ્યમંત્રી

રાજકોટ પશ્ચિમ અને ઘાટલોડિયા વિધાનસભા સીટે આપ્યા ગુજરાતને 4 મુખ્યમંત્રી

ઘાટલોડિયા અને રાજકોટ પશ્ચિમ વિધાનસભા સીટ ગુજરાતને ચાર મુખ્યમંત્રી આપવાનું ગૌરવ ધરાવે છે.

Gujarat assembly election 2022: ઘાટલોડિયા અને રાજકોટ પશ્ચિમ વિધાનસભા સીટ ગુજરાતને ચાર મુખ્યમંત્રી આપવાનું ગૌરવ ધરાવે છે. ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્ર અને રાજકોટ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈને આવ્યા છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ઘાટલોડિયા અને રાજકોટ પશ્ચિમ વિધાનસભા સીટ ગુજરાતને ચાર મુખ્યમંત્રી આપવાનું ગૌરવ ધરાવે છે. ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્ર અને રાજકોટ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈને આવ્યા છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2017માં ઘાટલોડિયા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય વિજય રૂપાણીને સ્થાને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા હતા. આગામી ચૂંટણી માટે ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા સીટ પરથી ભાજપ તરફથી ટિકીટ આપવામાં આવી છે. વિજય રૂપાણી પહેલા આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી હતા અને તેઓ પણ વર્ષ 2012માં ઘાટલોડિયા વિધાનસભા સીટ પરથી જીત્યા હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા.

મોદીએ વર્ષ 2001માં તેમની પ્રથમ ચૂંટણી રાજકોટ-2થી લડી હતી

નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં તેમની પ્રથમ ચૂંટણી રાજકોટ-2થી લડી હતી અને કેશુભાઈ પટેલ બાદ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. સીમાંકન પછી આ બેઠકનું રાજકોટ પશ્ચિમ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 1960માં ગુજરાત રાજ્ય બન્યા બાદ જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1962માં જીવરાજ મહેતાએ અમરેલી વિધાનસભા ક્ષેત્ર પહેલા રાજ્ય વિધાનસભાની ચૂંટણી હતી. તેમણે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના નરભેશંકર પનેરીને હરાવ્યા હતા. નરભેશંકર પનેરીને માત્ર 9,889 મત મળ્યા હતા અને જીવરાજ મહેતાને 17,194 મત મળ્યા હતા. જીવરાજ મહેતાનો કાર્યકાળ સમાપ્ત થયો તે સમયે વર્ષ 1962માં બળવંતરાય મહેતા ભાવનગર સીટ પરથી ચૂંટણી હારી ગયા હતા. બળવંતરાય મહેતાને ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 1962માં ઓલપાડ બેઠક પરથી ચૂંટણી જીતનાર હિતેન્દ્ર દેસાઈએ વર્ષ 1965થી વર્ષ 1971 સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું છે.

આ પણ વાંચો: આ 4 બેઠકો ભાજપ માટે બની માથાનો દુખાવો, કોંગ્રેસમાં 41 મૂરતિયાઓ માટે ખણખોદ ચાલુ

ચીમનભાઈ પટેલ વર્ષ 207 દિવસ સુધી મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું હતું

ઘનશ્યામ ઓઝાએ વર્ષ1972માં દહેગામથી વિધાનસભા ચૂંટણી જીતી હતી અને તેમણે એક વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ચીમનભાઈ પટેલને ઘનશ્યામ ઓઝાની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ચીમનભાઈ પટેલે સંખેડા વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી. ચીમનભાઈ પટેલ વર્ષ 1973-74માં 207 દિવસ સુધી મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું હતું. વર્ષ 1975માં ગુજરાત પર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાબૂ જશુભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને તેમણે 268 દિવસ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

માધવસિંહ સોલંકીએ 107 દિવસ સુધી મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું, ભાદરણ સીટ પરથી ચૂંટાયા હતા

માધવસિંહ સોલંકીએ વર્ષ 1976-77માં 107 દિવસ સુધી મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું હતું અને તેઓ ભાદરણ વિધાનસભા સીટ પરથી ચૂંટાઈને આવ્યા હતા. આ સીટ તેમના માટે લકી સાબિત થઈ હતી. બાબૂ જશુભાઈ પટેલ સાબરમતી વિધાનસભા સીટ પરથી જીત્યા હતા, તેમને એપ્રિલ 1977માં મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે ત્રણ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 1980માં માધવસિંહ સોલંકીએ ભાદરણ સીટ પરથી ફરી એકવાર જીત મેળવી હતી અને તેમણે પ્રથમ વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો.

વર્ષ 1995માં વિસાવદરના ધારાસભ્ય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા

વર્ષ 1985માં અમરસિંહે વ્યારા વિધાનસભા સીટ પરથી જીત મેળવી હતા અને તેમણે ચાર વર્ષ અને 156 દિવસ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 1989માં માધવસિંહ સોલંકીની જગ્યાએ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1990માં જનતા દળના ઉમેદવાર ચીમનભાઈ પટેલ સંખેડા વિધાનસભા સીટ પરથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1994-95માં મહુવા વિધાનસભાના ધારાસભ્ય છબીલદાસ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1995માં વિસાવદરના ધારાસભ્ય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા અને તેમણે 221 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

ગુજરાતની રાજનીતિમાં મોટી ઉલેટફેર

આ ઘટનાક્રમના બીજા વર્ષે માંડવી બેઠકના ધારાસભ્ય સુરેશ મહેતા તેમના અનુગામી બન્યા. ખજુરાહો વિવાદ બાદ રાધનપુરમાંથી ચૂંટાયેલા શંકરસિંહ વાઘેલાને 1996માં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે ગુજરાતની રાજનીતિમાં મોટી ઉલેટફેર જોવા મળતી હતી. ધંધુકાના ધારાસભ્ય દિલીપ પરીખ જેમણે 1997માં શંકરસિંહ વાધેલા બાદ 188 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું હતું. 1998માં વિસાવદર બેઠક પરથી ફરી કેશુભાઈ પટેલ ફરી વિજયી થયા હતા અને તેમણે ત્રણ વર્ષ અને 216 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.

સૌથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો કીર્તિમાન

ભૂકંપ બાદ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર થયા હતા. ત્યારબાદ રાજકોટ પશ્ચિમની પેટાચૂંટણી જીત્યા બાદ 2002, 2007 અને 2012માં મણિનગર બેઠક જીતી હતી. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડતા પહેલાં 12 વર્ષ અને 227 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી અને સૌથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો કીર્તિમાન રચ્યો હતો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat Assembly Elections 2022, Gujarat CM

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन