Home /News /gujarat /'આ ગુજરાત મેં બનાવ્યું છે,' દરેક ગુજરાતીઓના અંતરમાંથી નીકળે છે એક જ નાદ: PM મોદી

'આ ગુજરાત મેં બનાવ્યું છે,' દરેક ગુજરાતીઓના અંતરમાંથી નીકળે છે એક જ નાદ: PM મોદી

PM મોદીએ વલસાડથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવ્યા છે.

    વલસાડ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવ્યા છે. પીએમ મોદી આજે રવિવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે, ત્યારે તેઓ વલસાડ પહોંચ્યા હતા. તેમણે વલસાડથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. તેમણે કપરાડાના નાનાપોંઢામાં જંગી જનસભા સંબોધી હતી.

    'મારા માટે તો, 'A' ફોર આદિવાસી'

    પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યુ કે, ધરમપુર ભૂતકાળના અનેક કામને લઇને ઓળખાય છે. મારા માટે તો, 'A' ફોર આદિવાસી. મારા માટે સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે. ગુજરાતના લોકોએ આદેશ કર્યો દિલ્હી જવાનો અને હું દિલ્હી જઈને તમારી પાસે શીખ્યો છું, તેને લઇને દેશની સેવા કરું છું. ગુજરાતે વિકાસના માપદંડમાં અનેક રેકોડ બનાવ્યા છે. વાર-તહેવારે હુલ્લડ થાય તેવા દિવસો દૂર કરી ગુજરાતને આગળ પહોંચાડ્યું છે.



    આ પણ વાંચો: ભરતસિંહ સોલંકી પર કાળો રંગ ફેંકવાનો પ્રયાસ, યુવાનની અટકાયત

    'આ વખતે મારે મારાં બધા જ રેકોર્ડ તોડવા છે'

    આ વખતે મારે મારાં બધા જ રેકોર્ડ તોડવા છે. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ, તેના માટે મારે કામ કરવું છે. આ ચૂંટણી ન ભૂપેન્દ્ર લડે છે, ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી ન ભૂપેન્દ્ર લડે છે, ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતના વ્હાલા ભાઈ-બહેનો લડે છે. ખભેથી ખભો મિલાવી અને સાથે રહીને સંપૂર્ણ ગુજરાત અને સમાજનો વિકાસ કરવાનો અવસર આવ્યો છે. રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતના વિકાસની ભાવના સાથે જ આપણે સતત કામ કરતાં આવ્યા છીએ. દરેક ગુજરાતી આત્મવિશ્વાસથી ભરેલો છે, એટલા જ માટે પ્રત્યેક ગુજરાતી બોલે છે, અંતરમનનો અવાજ બોલે છે, પ્રત્યેક ગુજરાતના હૈયામાંથી નાદ નીકળે છે, આ ગુજરાત મેં બનાવ્યું છે.

    'પ્રત્યેક ગુજરાતીએ લોહી-પરસેવો એક કરીને ગુજરાત બનાવ્યું છે'

    પ્રત્યેક ગુજરાતીએ ખૂબ મહેનત કરી, લોહી-પરસેવો એક કરીને ગુજરાત બનાવ્યું છે. એક જમાનો હતો, આપણે ડૉક્ટર માટે વલખાં મારતા હતા, આજે આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલો અને મેડિકલ કોલેજો બની ગઈ છે. પહેલાં તો એક ટાંકી બનાવે તો મહિના સુધી ઢોલ વગાડતા અને હેન્ડપંપ લગાવે તો ગામ પેંડા વહેંચે તેવી દશા હતી. આજે એસ્ટોલ જેવી યોજનાના કારણે 200 માળ જેટલું ઊંચે પાણી ચઢાવીને મારા આદિવાસી ગામોમાં પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યાં છીએ.

    એક દિવસમાં ત્રણ જિલ્લામાં કરશે કાર્યક્રમ

    વડાપ્રધાન મોદી આજે 6 નવેમ્બરે ગુજરાત પ્રવાસે છે. જેમાં ભાવનગરમાં સમૂહ લગ્નમાં હાજરી આપશે તથા વલસાડના કપરાડામાં વડાપ્રઘાન મોદીએ જંગીસભાને સંબોધી હતી. તેમજ સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાન જનમેદનીને સંબોધશે. તેમજ એક દિવસીય કાર્યક્રમ દરમિયાન ત્રણ જિલ્લાની મુલાકાત કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, PM Modi પીએમ મોદી, Valsad

    विज्ञापन
    विज्ञापन