Home /News /gujarat /Gujarat assembly election 2022: અત્યાર સુધી 1-1 રન કર્યા, હવે શતક જ કરવાના છે: વેરાવળમાં PM મોદી

Gujarat assembly election 2022: અત્યાર સુધી 1-1 રન કર્યા, હવે શતક જ કરવાના છે: વેરાવળમાં PM મોદી

વેરાવળમાં PM મોદીની જનસભા

Gujarat assembly election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે તેમણે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. જે બાદ તેમણે વેરાવળમાં સભા સંબોધી હતી.

વેરાવળ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. જે બાદ તેઓ વેરાવળ સભા સંબોધવા પહોંચ્યા હતા. અહીં જનસભા સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, બધા મને કહે છે કે ભાજપ જ જીતવાની છે. તમે કેમ દોડો છો? પણ આ મારું કર્તવ્ય છે. તમે પોલિંગ બુથ જીતીને બતાવજો. નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી ઇચ્છા છે.  1-1 રન બહુ થયા, હવે સીધી સેન્ચુરી મારીશું.

'અગાઉ ગુજરાતના વિકાસ પર શંકાઓ થતી'

પીએમ મોદીએ કહ્યુ કે, આજે ગુજરાતનો દરિયાકિનારો ધમધમે છે. ગુજરાતના બંદરો દેશની સમૃદ્ધિના દ્વાર છે. ગુજરાતના માછીમારો દુનિયામાં ડબલ નિકાસ કરે છે. ખેડૂતો અને સાગરખેડૂઓ માટે અમે યોજનાઓ લાવ્યા છે. ગુજરાતના વિકાસ પર અગાઉ શંકાઓ થતી. દીકરીઓ ભણતી નોહતી. આપણે ગુજરાતમાં મોટું અભિયાન ચલાવ્યું. આજે દીકરીઓ ભણી-ગણીને નામ રોશન કરી રહી છે.


'તમારો દીકરો તમારા માટે બેઠો છે'

અગાઉ લાકડા સળગાવી રોટલા બનાવવા પડતા. શરીરમાં 400 જેટલો ધુમાડો જતો. આ દીકરાએ એની ચિંતા કરી છે. મફ્ત ગેસ સિલિન્ડર આપ્યા, નળથી જળ પહોંચાડ્યું છે. પહેલા માતા-દીકરીઓ બીમાર પડે તો દેવાના ડરે કહેતી નહોતી. તે માટે આયુષ્માન યોજના લાવ્યો. તમારો દીકરો તમારા માટે બેઠો છે.

આ પણ વાંચો: પીએમ મોદી સોમનાથ મંદિરમાં કરી પૂજા

સડા પાંચ કલાકમાં ચાર જનસભા

પીએમ મોદીએ સવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ વેરાવળમાં જનસભા સંબોધવા પહોંચ્યા હતા. વેરાવળ જાહેર સભાને સંબોધ્યા બાદ ધોરાજી જવા રવાના થશે અને બપોરે એક વાગ્યાની આસપાસ ધોરાજીમાં જાહેર સભાને ગજવશે. જ્યાંથી 1:45 એ અમરેલી જવા રવાના થશે અને 2:20 એ અમરેલી પહોંચશે. અહીં પણ તેઓ જાહેરસભાને સંબોધશે અને 3:30 એ બોટાદ જવા રવાના થશે. 4:30 એ બોટાદમાં જાહેર સભાને સંબોધશે અને 5:15 એ બોટાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. 6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદથી ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

PM મોદી 23, 24મીએ ફરી ગુજરાત પ્રવાસે

PM મોદી 23, 24મીએ ફરી ગુજરાત પ્રવાસે આવશે અને બીજા તબક્કાની બેઠકો પર પ્રચાર કરશે. તેઓ ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર ઝંઝાવતી પ્રચાર કરશે. PM મોદી બે દિવસમાં કુલ 8 સભાઓને ગજવશે. 23મીએ ચાર બેઠકો પર પ્રચંડ પ્રચાર કરશે. મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગરમાં સભા ગજવશે. 24મીએ ચાર સ્થળોએ સભા ગજવશે. પાલનપુર, દહેગામ, માતર, અમદાવાદ ગ્રામ્યમાં સભા કરશે.
First published:

Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, PM Modi Live, Veraval News