Home /News /gujarat /Gujarat Assembly Election 2022: ‘સિર્ફ નામ હી કાફી હૈ’ એવા બે દબંગ નેતાઓની જીત, એકની હાર થઈ!

Gujarat Assembly Election 2022: ‘સિર્ફ નામ હી કાફી હૈ’ એવા બે દબંગ નેતાઓની જીત, એકની હાર થઈ!

આ ત્રણ દબંગ નેતામાંથી બે જીત્યા અને એકની હાર થઈ

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની કેટલીક બેઠકના ઉમેદવારો એવા છે કે તે કોઈપણ પાર્ટીમાંથી ઊભા રહે તેમને કોઈ ફરક પડતો નથી. કારણ કે લોકો તેમના નામને લઈને વોટ આપે છે, પાર્ટીને લઈને નહીં. તેવા જ બે જૂના જોગીની જીત થઈ છે, જ્યારે એકને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

વધુ જુઓ ...
    અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ગુજરાતના ત્રણ એવા કદાવર નેતા કે જેમના નામથી જ તેમને મત મળે છે. પક્ષની સાથે તો તેમને માત્ર ‘નામ’ પૂરતાં જ લેવાદેવા છે! વાત છે પબુભા માણેક, કાંધલ જાડેજા અને છોટુ વસાવાની. આ ત્રણેય વજનદાર નેતાઓ એવા છે કે, તેમને પાર્ટીના લેબલની કોઈ જ જરૂર નથી. જીતવા માટે તેમનું નામ જ કાફી છે. તેમાંથી બે ઉમેદવાર તો તેમના મતવિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી ચૂંટાતા આવ્યા છે અને અપક્ષમાંથી પણ જીત્યા છે. ત્યારે તેમાંથી બે નેતા ફરીવાર જીતી ગયા છે અને એકને હારનો સામનો કરવો પડ્યો છે.

    દ્વારકાની વિધાનસભા બેઠકના પબુભા માણેક


    પબુભા માણેકને ભાજપે 2022ની ચૂંટણીમાં રિપિટ કર્યા હતા અને તેમની જીત થઈ હતી. ત્યારે આ વિધાનસભા બેઠકથી પબુભા માણેક પહેલીવાર 1990માં ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમણે એકપણ ટર્મ હારી નથી. સતત તેઓ સાત ટર્મ સુધી ધારાસભ્યા રહ્યા છે અને અપક્ષ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેયમાંથી ચૂંટણી લડી ચૂક્યાં છે. છેલ્લા ત્રણ દાયકાથી અહીં તેમનું એકહથ્થુ વર્ચસ્વ છે. તેમને કોઈપક્ષ ટિકિટ આપે કે ન આપે તેમને ફરક નથી પડતો.

    પોરબંદરની કુતિયાણા બેઠકના કાંધલ જાડેજા


    પોરબંદરની કુતિયાણા બેઠક પર છેલ્લી બે ટર્મથી NCP પક્ષમાંથી જીતનારા કાંધલ જાડેજા આ વખતે સમાજવાદી પાર્ટીમાંથી ઊભા રહ્યા અને જીતી પણ ગયાં. તેમણે ભાજપના ઢેલીબેન ઓડેદરાને હરાવીને ખૂબ મોટી લીડથી જીત મેળવી છે. અહીં તેમનો દબદબો જોરદાર છે. તેમના નામથી જ લોકો તેમને મત આપે છે. ભલે તે ગમે તે પાર્ટીમાં હોય. વર્ષ 2012માં તેમણે પ્રથમવાર વિઘાનસભા ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 2017માં પણ NCPમાંથી ચૂંટણી લડી અને જીત્યા. પરંતુ આ વર્ષે તેમને NCPએ ટિકિટ આપી નહોતી.

    ભરૂચની ઝઘડિયા બેઠકના ધારાસભ્ય છોટુ વસાવા


    ભરૂતની ઝઘડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનારા છોટુ વસાવા 35 વર્ષ ધારાસભ્ય પદે રાજ કર્યા બાદ આ વખતની ચૂંટણીમાં હારી ગયા છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી વર્ષ 1990માં તેમણે પહેલીવાર ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા. ત્યારબાદ તેમણે એક ટર્મ અપક્ષ તરીકે જીત્યુ હતું. પછી JDUમાંથી ઊભા રહ્યા અને સતત ચાર ટર્મ જીત્યા. વર્ષ 2012માં તેઓ BTPમાંથી ઊભા રહ્યા હતા અને જીત્યા હતા. આ વખતે BTPમાં તેમના જ પુત્ર મહેશ વસાવા સાથે થયેલી માથાકૂટને કારણે તેમણે અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ હતું. મહત્ત્વનું છે કે, છેલ્લી સાત ટર્મથી તેઓ ઝઘડિયાના ધારાસભ્ય રહ્યા હતા અને આ વખતે પણ તેઓ જીત્યા છે. તેમના નામથી જ લોકો તેમને મત આપે છે. છોટુ વસાવા આદિવાસી નેતા તરીકે ખૂબ પ્રખ્યાત છે. ઉલ્લેખનીય છે કે, તેમને આ વખતે 35 વર્ષ પછી હારનો સામનો કરવો પડ્યો છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Kandhal jadeja, Pabubha Manek

    विज्ञापन
    विज्ञापन