Home /News /gujarat /EXCLUSIVE: AAPના CM ઉમેદવાર ઇસુદાન ગઢવીએ કહ્યું- BJP જાણી જોઈને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરી રહી છે, આ છે તેમનું કારણ

EXCLUSIVE: AAPના CM ઉમેદવાર ઇસુદાન ગઢવીએ કહ્યું- BJP જાણી જોઈને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરી રહી છે, આ છે તેમનું કારણ

AAPના CM ઉમેદવાર ઇસુદાન ગઢવી

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવીએ CNN-News18 સાથે ખાસ વાત કરી અને પાર્ટીની જીતનો દાવો કર્યો હતો. ઇસુદાને 14 નવેમ્બરે દ્વારકા જિલ્લાના ખંભાલીયા મતદારક્ષેત્રમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

  અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ અન્ય રાજકીય પક્ષો માટે જીતનો માર્ગ મુશ્કેલ બનાવી દીધો છે. જો કે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ AAPના પ્રવેશને સંપૂર્ણપણે અવગણી રહી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. AAPના ગુજરાતમાં સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવીએ CNN-News18 સાથે ખાસ વાતચીત કરી અને પાર્ટીની જીતનો દાવો કર્યો હતો. ઇસુદાને 14 નવેમ્બરે દ્વારકા જિલ્લાના ખંભાલીયા મતદારક્ષેત્રમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

  AAPના કેન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ઇસુદાન ગઢવીને પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનમાં 73 ટકા મત મળ્યા છે. ગઢવીને રાજ્ય પાર્ટી એકમના વડા ગોપાલ ઇટાલિયા સામે મુકવામાં આવ્યા હતા, જેમણે પાટીદાર સમાજના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇસુદાન દ્વારકા જિલ્લાના પીપલિયા ગામના એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને તે અન્ય પછાત જાતિ (ઓબીસી) ના છે, જે રાજ્યની વસ્તીના 48 ટકા છે.

  આ પણ વાંચો:  પહેલા તબક્કાનાં મતદાન પહેલા પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતને ધમરોળશે

  ગઢવી ગુજરાતના સૌથી લોકપ્રિય ટીવી પત્રકાર અને એન્કર છે. VTV ન્યૂઝ પર તેમનો શો 'મહામંથન' રાત્રે 8-9 વાગ્યા સુધી ચાલતો હતો, પરંતુ લોકમાંગના આધારે તેને વધારીને 9.30 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો, જેનું રેટિંગ વધારે હતું. ગઢવીએ CNN-News18 સાથે ગુજરાતમાં ચૂંટણી, તેમની પાર્ટીની સંભાવનાઓ અને લક્ષ્યો વિશે વાત કરી હતી.

  સવાલ- તમારા માટે આ સ્પર્ધા કેટલી અઘરી છે, કારણ કે આ તમારી પ્રથમ ચૂંટણી છે અને તમે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને ભાજપના પૂર્વ મંત્રી સામે મુકાબલો કરી રહ્યાં છો?

  જવાબ- લોકો ચૂંટણી લડે ત્યારે તે મુશ્કેલ નથી. મેં ચૂંટણી લડવા કે મુખ્યમંત્રી બનવા માટે પત્રકારત્વ કે વૈભવી જીવન છોડ્યું નથી. આ મારા સપના નથી. રાજકારણમાં આવવું મારા માટે મજબૂરી છે. લોકોને મારી પાસેથી અપેક્ષાઓ હતી, જે હું રાજકારણમાં પ્રવેશીને જ પૂરી કરી શકું છું, કારણ કે રાજકારણમાં સત્તા હોય છે. જો અરવિંદ જી અણ્ણા આંદોલન પછી રાજકારણમાં ન જોડાયા હોત તો આજે દિલ્હીને સારી શાળાઓ, સારા મહોલ્લા ક્લિનિક્સ, સારી હોસ્પિટલો કે મફત વીજળી ન મળી હોત.

  સવાલ- તમારી બેઠક વિશે તમે શું કહો છો?

  જવાબ- જ્યારથી મને સીએમ ચહેરો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારથી ખંભાલીયાના લોકો કહી રહ્યા છે કે, "પ્રથમવાર મુખ્યમંત્રી પદનો ચહેરો અહીંથી ચૂંટણી લડી રહ્યો છે, તેથી ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને છોડી દો, અન્ય કોઈપણ પક્ષની ગણતરી નથી. "તેઓ કહી રહ્યા છે કે, તેઓએ ઇસુદાન ભાઈને જીતાડવાના છે અને મુખ્યમંત્રી અમારી વિધાનસભાના છે."

  સવાલ- કોંગ્રેસ તમારો વોટ શેર ઘટાડી રહી છે કે, તમે કોંગ્રેસનો વોટ શેર ઘટાડી રહ્યા છો?

  જવાબ- આજે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ આ ચૂંટણી માત્ર આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડવા માટે લડી રહી છે. હું તમને એક ઉદાહરણ આપું છું. આ 2017ની કોંગ્રેસ નથી. 2017માં કોંગ્રેસ સરકાર બનાવી શકી હોત, પરંતુ તે બની નતી, પરંતુ વેચાઈ ગઈ હતી. જો કે, ફેબ્રુઆરી 2021 માં 31 જિલ્લા પંચાયતોમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી અને કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી.

  આ પણ વાંચો:  ભાજપના ચૂંટણી વચનો રેવડી રાજકારણથી અલગ છે: શાહ

  બીજી તરફ 2015માં કોંગ્રેસે આમાંથી 25 પર જીત મેળવી હતી અને બે ટાઈ રહી હતી. એટલે કે 2015માં કોંગ્રેસને 27 બેઠકો મળી હતી. તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય નથી. કોંગ્રેસ અહીં ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસને કોઈ ગંભીરતાથી લેતું નથી. તમે કોંગ્રેસને ગંભીરતાથી લઈ રહ્યા છો, તે બીજી વાત છે.

  સવાલ- ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહે સંકેત આપ્યો છે કે, ગુજરાતમાં ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડવામાં આવી છે અને લડવામાં આવશે અને ત્રીજા પક્ષ માટે કોઈ સ્થાન નથી. તમે આનો જવાબ કેવી રીતે આપો છો?

  જવાબ- તે આવું કેમ બોલે છે? કારણ કે તેઓ મજબૂત કોંગ્રેસ જોવા માંગે છે. શું તમે ભાજપના કોઈ મોટા નેતાને કોંગ્રેસ પર નિશાન સાધતા જોયા છે? તેઓ હિમાચલમાં આ કરી રહ્યા છે. અહીં તેઓ કોંગ્રેસને મજબૂત કરી રહ્યા છે. શા માટે? જેથી કરીને જો તેમની પાસે પૂર્ણ બહુમતી માટે કેટલાક ધારાસભ્યો ઓછા હોય તો તેઓ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મળીને સરકાર બનાવી શકે. હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે, કોંગ્રેસ પર એક પણ મત બગાડો નહીં, કારણ કે તે આખરે ભાજપમાં જશે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Isudan Gadhvi

  विज्ञापन
  विज्ञापन