Home /News /gujarat /Gujarat Assembly Election 2022: સ્ટાર પ્રચારક-રેલીઓ વિના પણ કોંગ્રેસને જીતનો વિશ્વાસ, જાણો પાર્ટીનું આયોજન

Gujarat Assembly Election 2022: સ્ટાર પ્રચારક-રેલીઓ વિના પણ કોંગ્રેસને જીતનો વિશ્વાસ, જાણો પાર્ટીનું આયોજન

ફાઇલ તસવીર

Gujarat Assembly Election 2022: કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના ધોરાજીના કાર્યાલયમાં પક્ષના કાર્યકરો અને સમર્થકો વચ્ચે બેસીને પોતાના પક્ષના ચૂંટણી પ્રચારની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના જોરદાર અભિયાન વચ્ચે એકદમ બેફિકર જોવા મળ્યા હતા અને તેમણે ફરી એકવાર પોતે જીતશે તેવું જણાવ્યું હતું.

વધુ જુઓ ...
  ધોરાજી/ટંકારાઃ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના ધોરાજીના કાર્યાલયમાં પક્ષના કાર્યકરો અને સમર્થકો વચ્ચે બેસીને પોતાના પક્ષના ચૂંટણી પ્રચારની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના જોરદાર અભિયાન વચ્ચે એકદમ બેફિકર જોવા મળ્યા હતા અને તેમણે ફરી એકવાર પોતે જીતશે તેવું જણાવ્યું હતું. કોંગ્રેસના બિલકુલ ના બરાબર થયેલા પ્રચાર મામલે વસોયા કહે છે કે, સ્ટાર પ્રચારક સમયની બરબાદી સમાન છે અને મોટાભાગના જાણીતા મીડિયા માધ્યમો ભાજપ તરફી જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, આ બધા કરતાં તેઓ તેમના વિધાનસભા ક્ષેત્રના 80 ગામડાં અને ત્રણ નગરપાલિકાઓમાં જઈને લોકોને મળવા અને મતદારો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે.

  ટંકારા પર કોંગ્રેસ જીતે તેવા અણસાર


  તેમણે કહ્યું કે, 8મી ડિસેમ્બરે મતગણતરીનો દિવસ આવવા દો, કોંગ્રેસ ફરી એકવાર સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારો દેખાવ કરશે. કોંગ્રેસે આ જ પ્રદેશની ટંકારા વિધાનસભા બેઠક પરથી ગત ચૂંટણી જીતી હતી. અહીં પાર્ટીના કાર્યકરો કહે છે કે, તેમના ધારાસભ્ય લલિત કગથરા તેમના કામ અને લોકો સુધી પહોંચવાને કારણે સૌથી મોટા 'સ્ટાર' છે. કોંગ્રેસના સમર્થકો અનિલ બાવળિયા અને સિકંદરે જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદ્યતેલના ભાવ બમણાથી વધુ વધી ગયા છે અને એલપીજી સિલિન્ડરની કિંમત 1100 રૂપિયાથી વધુ છે. આ હકીકત છે, તેથી લોકો કોંગ્રેસને મત આપશે.

  આ પણ વાંચોઃ વડાપ્રધાને કહ્યુ, ‘એક મારું અંગત કામ છે, કરશો ને?’, જાણો આ કામ કયું

  આમ આદમી પાર્ટીનો પણ નોંધપાત્ર પ્રચાર


  જો કે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાજરી પણ નોંધપાત્ર રહી છે. રાજ્યના મતદારોનો એક વર્ગ માને છે કે, કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને મજબૂત પડકાર આપી શકી નથી અને અરવિંદ કેજરીવાલની પાર્ટી આ બાબતે પ્રભાવશાળી લાગે છે. ટંકારામાં ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરિયા, AAPના ઉમેદવાર સંજય ભટસાણા અને કોંગ્રેસના ઉમેદવાર કગથરા ત્રણેય પાટીદાર સમાજના છે. AAPના મત ચૂંટણી પરિણામો પર કેવી અસર કરશે, તેના વિશે હવે અંદાજો લગાવી શકાય છે, પરંતુ એવું માનવામાં આવે છે કે, કેજરીવાલની પાર્ટી સત્તાધારી ભાજપ કરતાં સમગ્ર પ્રદેશમાં કોંગ્રેસના મતો પર વધુ અસર કરી શકે છે.


  સૌરાષ્ટ્રમાં 1લી ડિસેમ્બરે મતદાન થશે


  છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે પાટીદાર આંદોલનનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસે પ્રદેશની 48 બેઠકોમાંથી 28 બેઠકો જીતી હતી. ત્યારથી ભાજપે મજબૂતી વધે તે માટે કામ કર્યુ છે અને કોંગ્રેસના ઘણા સ્થાનિક હેવીવેઇટ્સને ભાજપમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે. પાટીદાર આંદોલનના ઘણા અગ્રણી ચહેરાઓ, જેમાં હાર્દિક પટેલનો સમાવેશ થાય છે. તેઓ ભાજપમાં જોડાયા છે. કારણ કે પાર્ટીને આશા છે કે, તે પ્રદેશમાં તેના પ્રતિસ્પર્ધીને ખૂબ પાછળ છોડી દેશે કે જ્યાં ગત ચૂંટણી વખતે નબળા દેખાવથી ચિંતા વધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મતદાન થશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Amreli News, Lalit Kagathara, Lalit vasoya, Morbi News

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन