Home /News /gujarat /અમદાવાદ: ગ્યાસુદીન શેખ સાયકલ પર, વિજય બ્રહ્મભટ્ટ ઊંટ ગાડામાં ફોર્મ ભરવા પહોંચ્યા

અમદાવાદ: ગ્યાસુદીન શેખ સાયકલ પર, વિજય બ્રહ્મભટ્ટ ઊંટ ગાડામાં ફોર્મ ભરવા પહોંચ્યા

ગ્યાસુદીન શેખ સાયકલ પર, વિજય બ્રહ્મભટ્ટ ઊંટ ગાડામાં ફોર્મ ભરવા પહોંચ્યા

Gujarat assembly election 2022: એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિતભાઇ શાહે પણ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરવા પહોંચેલા અમિતભાઇ શાહ ભાવુક થયા હતા.

    અમદાવાદ: આજે શહેરની દરિયાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદીન શેખે ફોર્મ ભર્યું હતું. ગ્યાસુદીન શેખ સાયકલ ચલાવી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ સાથે જ ગ્યાસુદ્દીન શેખે 20 હજારની લીડથી ચોથી વાર ધારાસભ્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ગ્યાસુદીન શેખે મોંઘવારીના અનોખા વિરોધ સાથે ફોર્મ ભર્યું હતું. તેઓ સાયકલ ચલાવી ઔડા ઓફીસ સમર્થકો સાથે પહોંચ્યા હતા.

    ઊંટ ગાડીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા

    બીજી બાજુ, અમદાવાદમાં ઠક્કરબાપા નગરના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ફોર્મ ભરવા માટે પહોચ્યા હતા. વિજય બ્રહ્મભટ્ટ ઊંટ ગાડીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેઓ મોંઘવારી જેવા મુદ્દાને લઈને પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તેમણે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.


    આ પણ વાંચો: સાણંદનાં ઉમેદવાર સાથે અમિત શાહ ચૂંટણી ફોર્મ ભરવા ગયા, જાણો કોણ છે તે?

    એલિસબ્રિજના ઉમેદવાર ભાવુક થયા

    જ્યારે એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિતભાઇ શાહએ પણ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરવા પહોંચેલા અમિતભાઇ શાહ ભાવુક થયા હતા. આ સાથે જ અમિત શાહે કહ્યુ હતુ કે, ક્યારેય અમદાવાદના મેયરને ધારાસભ્ય થવાનો મોકો મળ્યો નથી. મોવડીમંડળે મોકો આપ્યો છે. સાથે જ અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હું જનતાના વિશ્વાસ પર ખરો ઉતરીશ. ઉપરાંત નરોડાના ભાજપના ઉમેદવાર પાયલ કુકરાનીએ આજે નામાંકન પત્ર ભર્યું છે. નામાંકન પત્ર ભરીને તેમણે ભારે બહુમત સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવા અંગે વાત કરી હતી.

    અમદાવાદ ઉપરાંત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ઉમેદવારો નામાંકન પત્ર ભરતાં જોવા મળ્યા હતા. આણંદ જિલ્લાની સોજીત્રા અને આણંદ બેઠકના ભાજપના ઉમેદવાર વિપુલ પટેલ અને યોગેશ પટેલે ઉમેદવારી નોંધાવી છે. સોજીત્રા બેઠક માટે વિપુલ પટેલ અને આણંદ બેઠક માટે યોગેશ પટેલે ફોર્મ ભર્યું છે. તેમણે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાંત કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bjp gujarat, Congress Gujarat, Gujarat Assembly Elections 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन