Home /News /gujarat /ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ ચૂંટણી નહીં લડે

ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ ચૂંટણી નહીં લડે

કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ ચૂંટણી નહીં લડે

Gujarat Assembly Election 2022: આ પાંચ નેતાઓમાં કોંગ્રેસના સીનિયર અને આગલી હરોળના નેતાઓના નામ સામે આવી રહ્યા છે

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ-તેમ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ ચૂંટણી નહીં લડે. સૂત્રોનું માનીએ તો ગુજરાત કોંગ્રેસના 5 દિગ્ગ્જ નેતાઓ ચૂંટણી લડશે નહીં. આ પાંચ નેતાઓમાં કોંગ્રેસના સીનિયર અને આગલી હરોળના નેતાઓના નામ સામે આવી રહ્યા છે.

  સૂત્રો અનુસાર, ગુજરાત કોંગ્રેસના 5 દિગ્ગ્જ નેતાઓ ચૂંટણી લડશે નહીં. જેમાં પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષનો પણ સમાવેશ થાય છે, તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતરશે નહીં. સીધા મેદાને ઝંપલાવવાની જગ્યાએ જગદીશ ઠાકોર રણનીતિ અને કેમ્પેઈનની જવાબદારી સંભાળશે. જગદીશ ઠાકોરની સાથે અન્ય દિગ્ગ્જ નેતાઓ પણ ચૂંટણી લડશે નહીં.


  આ પણ વાંચો: ભાજપના 27 વર્ષના સાશનમાં આ વિધાનસભા બેઠકો બની રહી છે પડકાર રૂપ

  આ યાદીમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલનું પણ નામ સામે આવી રહ્યું છે. તેઓ પણ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. બીજી બાજુ, નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ પણ ઉંમરના કારણે ચૂંટણી ન લડવાનું મન બનાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સિદ્ધાર્થ પટેલ પણ આ વખતે ચૂંટણી નહીં લડે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડીને અન્ય ઉમેદવારોને મેદાને ઉતારી અને ઉમેવારો માટે રાજ્યભરમાં પ્રચાર કરવાના મૂડમાં છે.

  નોંધનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ સાબિત થશે. કેમ કે, અગાઉ 2017ની ચૂંટણીમાં પાટીદાર મુદ્દો હતો, જેના કારણે કોંગ્રેસને વધુ સીટો મળી હતી, પરંતુ 2022માં આવો કોઇ મુદ્દે નથી. આવા સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હારી જાય તો તેમનું નાક કપાય, તે પણ કારણ હોઇ શકે. બીજું એ કે, હાઇકમાન્ડે યુવાઓને વધુ તક આપવી અથવા નવા ચહેરાઓને તક આપવાનો નિર્ણય લીધો હોય તેમ પણ બની શકે છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Congress Guarat, Gujarat Assembly Elections 2022, Gujarat News

  विज्ञापन
  विज्ञापन