Home /News /gujarat /Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો શું કહે છે ટ્રેન્ડ, ક્યાં કોણ મજબૂત?

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો શું કહે છે ટ્રેન્ડ, ક્યાં કોણ મજબૂત?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઘણા મોટા નેતાઓના ભાવિનો નિર્ણય EVMમાં થશે. જેમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી, 6 વખતના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, મોરબીની ઘટનાના હીરો કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડશે.

વધુ જુઓ ...
  અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગુરુવારે મતદાનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં મતદાન થશે. અહીં 19 જિલ્લાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો, પરંતુ આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. AAPએ 182 બેઠકો માટે 181 ઉમેદવારો ઉભા રાખ્યા છે.

  મતદાનના પ્રથમ તબક્કામાં ઘણા મોટા નેતાઓના ભાવિનો નિર્ણય EVMમાં થશે. જેમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો સમાવેશ થાય છે. ગઢવી દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી, 6 વખતના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, મોરબીની ઘટનાના હીરો કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડશે.

  આ પણ વાંચોઃ અત્યાર સુધીમાં 290 કરોડથી વધુની રોકડ મળી, દારૂ પણ જપ્ત

  ભાજપ અને AAPએ તેમની તાકાત બતાવી હતી


  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને ઘણા નેતાઓએ પણ ચૂંટણી સભાઓને સંબોધી હતી. બીજી તરફ, AAP પોતાને ભાજપનો મુખ્ય હરીફ ગણાવે છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જુલાઈ મહિનાથી અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં પ્રચાર કર્યો હતો.

  આ પણ વાંચોઃ વડોદરામાંથી આશરે 500 કરોડનું ઝડપાયું ડ્રગ્સ

  આટલા ઉમેદવારો બાજી મારી રહ્યા છે


  પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 89-89 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે AAPના 88 ઉમેદવારો ચૂંટણી લડશે. હકીકતમાં સુરત પૂર્વના AAPના ઉમેદવારે છેલ્લા દિવસે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ તબક્કામાં ભાજપે 9 મહિલા ઉમેદવારોને, કોંગ્રેસે 6 અને AAPએ 5 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. આ રીતે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 718 પુરુષો અને 70 મહિલાઓ છે. માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીએ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 57 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ 14, સમાજવાદી પાર્ટીએ 12, સીપીઆઈ (માર્કસવાદી) 4 અને સીપીઆઈએ બે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય 339 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.


  શું કહે છે ટ્રેન્ડ?


  ઉલ્લેખનીય છે કે, 1998થી ભાજપ સમગ્ર ગુજરાતમાં એકહથ્થુ શાસન કરી રહ્યું છે. પીટીઆઈના સર્વે મુજબ રાજ્યના ઘણા મતદારો ભાજપ અને તેના કામથી અસંતુષ્ટ છે. પરંતુ તેમ છતાં તેમને માત્ર ભાજપમાં જ વિશ્વાસ છે. પોરબંદરના તુલસીદાસ લાખાણી અને અમદાવાદના વિનોદ ગોપાલ જેવા લોકો સરકારની કામગીરીથી નાખુશ છે અને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ ધરાવે છે. પરંતુ, પરિવર્તન ઇચ્છતા આવા મતદારો પણ ભાજપથી દૂર જતા નથી. બીજી તરફ રાજકોટ, અમદાવાદ, સુરત, પોરબંદર અને વડોદરામાંથી વિપક્ષ સંપૂર્ણપણે ગેરહાજર છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, આ વિસ્તારોમાં કોંગ્રેસ સંપૂર્ણ રીતે સમેટાઈ ગઈ છે, જ્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે ખૂબ સારો પ્રભાવ પાડ્યો છે. ખાસ કરીને સુરત અને તેની આજુબાજુના વિસ્તારોમાં AAPનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે, પરંતુ તેને હજુ લાંબી સફર કાપવાની બાકી છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

  विज्ञापन
  विज्ञापन