Home /News /gujarat /દીવ-દમણનો પ્રોગ્રામ બનાવતા લોકો માટે મહત્વના સમાચાર, આ દિવસોમાં રહેશે દારૂબંધી

દીવ-દમણનો પ્રોગ્રામ બનાવતા લોકો માટે મહત્વના સમાચાર, આ દિવસોમાં રહેશે દારૂબંધી

દીવ-દમણના સ્થાનિક પ્રશાસન દ્વારા દારૂબંધીને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે.દીવ-દમણના સ્થાનિક પ્રશાસન દ્વારા દારૂબંધીને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે.

Diu Daman liquor ban: વિધાનસભા ચૂંટણીને લઈને દીવ-દમણ પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દીવમાં દારૂબંધી રહેશે.

    દમણ: વિધાનસભા ચૂંટણીને લઈને દીવ-દમણ પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દીવમાં દારૂબંધી રહેશે. 29મી તારીખે સાંજે 5 વાગ્યાથી 1 ડિસેમ્બર સાજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. જ્યારે 3 ડિસેમ્બર સાંજે 5 વાગ્યાથી 5 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. આ ઉપરાંત 8 ડિસેમ્બરના દિવસે પણ દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    સ્થાનિક પ્રશાસન દ્વારા દારૂબંધીને લઇને નિર્ણય

    મોટાભાગના લોકો રજાઓમાં દીવ-દમણ જવાનો પ્લાન બનાવતાં હોય છે. આવામાં દીવ-દમણ ફરવા જતાં લોકો માટે આ સમાચાર મહત્વના છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને જોતાં દીવ-દમણના સ્થાનિક પ્રશાસન દ્વારા દારૂબંધીને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે, ત્યારે આ તારીખો દરમિયાન દિવ-દમણમાં દારૂબંધી અંગે નિર્ણય લેવાયો છે.

    આ પણ વાંચો:ગુજરાત ચૂંટણીમાં શ્રદ્ધા મર્ડર કેસની એન્ટ્રી

    આ તારીખોમાં અમલી રહેશે દારૂબંધી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી દીવ-દમણમાં દારૂબંધી અંગે નિર્ણય લેવાયો છે. રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે છે, ત્યારે 29મી તારીખે સાંજે 5 વાગ્યાથી લઇને 1 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. આમ કુલ ત્રણ દિવસ દારૂબંધી રહેશે. આવી જ રીતે બીજા તબક્કાના મતદાનને જોતાં 3 ડિસેમ્બરે સાંજે 5 કલાકથી લઇને 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. વિધાનસભાની ચૂંટણના પરિણામ 8 ડિસેમ્બરે આવવાના છે, ત્યારે આ દિવસે પણ આ નિર્ણય લાગુ પડશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Daman, Diu, Gujarat Assembly Elections 2022, Liquor Ban

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन