Home /News /gujarat /Gujarat assembly Election 2022: કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી,મોડી રાત્રે કરી હતી હતી બીજી યાદી જાહેર

Gujarat assembly Election 2022: કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી,મોડી રાત્રે કરી હતી હતી બીજી યાદી જાહેર

કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચરા સામે આવી રહ્યા છે. ગઈકાલે ભાજપની બે યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચરા સામે આવી રહ્યા છે. ગઈકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ મોડી રાત્રે પોતાના 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ બાદ, હાલ ફરીથી એક દિવસમાં ત્રીજી યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 7 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આ પહેલા પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ બાદ, ગઈકાલે ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.


  ક્રમબેઠક નંબરબેઠકનું નામઉમેદવારોના નામ
  16રાપરબચુ ભાઈ અથેરીયા
  262વઢવાણતરૂણ ગઢવી
  368રાજકોટઇન્દ્રનિલ રાજગુરૂ
  494ધારીડો. કિરીટ બોરીસાગર
  5148નાંદોલ(ST)હરેશ વસાવા
  6175નવસારીદિપક બારોથ
  7176ગણદેવી (ST)અશોક લાલુભાઈ પટેલ

  કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે ચૂંટણી યોજાશે તેની માહિતી મેળવીએ. પ્રથમ તબક્કા માટે  પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन