Home /News /gujarat /કોંગ્રેસ નેતાઓ એક બાદ એક કરી રહ્યા છે કેસરિયો, ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાવા લાગી લાઈન

કોંગ્રેસ નેતાઓ એક બાદ એક કરી રહ્યા છે કેસરિયો, ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાવા લાગી લાઈન

ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાવા લાગી લાઈન

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

  ગુજરાત: વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. તેવામાં સુરેન્દ્રનગર કોંગ્રેસ માટે પણ સમસ્યાઓ વધી છે. કોંગ્રેસના યુવા આગેવાન અને એડવોકેટ પ્રશાંત ભટ્ટ અને કોંગ્રેસ અનુસૂચિત જાતિનાં ઉપપ્રમુખ દિલીપ ડગળા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના બંને આગેવાનો પોતાના 200થી વધારે સમર્થકો સાથે ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.

  ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ


  વિગતે વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ છે. મહીસાગરમાં પણ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા છે. મહિસાગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને અમૂલ ડેરીના પૂર્વ ડિરેકટર રાધુસિંહ પરમારે કેસરિયા ધારણ કરી લીધા છે. વીરપુર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ રતનસિંહ રાઠોડનાં હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થઈ રહ્યું છે.

  આ પણ વાંચો: કેટલાક પોલીસ અધિકારી એજન્ટ બન્યા, ભાજપના એજન્ટ બનીને કામ કરે છે

  જાફરાબાદમાં પણ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું


  આ સાથે કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલીનાં રાજુલા અને જાફરાબાદમાં પણ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુભાઈ રામે કોંગ્રેસનાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેઓ અમિત શાહની હાજરીમાં ભાજપાં જોડાઈ કેસરિયા કરવાના છે. ગુજરાતમાં અમરેલી કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ હવે કોંગ્રેસના નેતાઓને પાર્ટી પરથી વિશ્વાસ રહ્યો નથી તેમ લાગી રહ્યું છે.

  આ પણ વાંચો: દાદા સોમનાથના આશીર્વાદ કોને ફળશે? ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર

  ધોરાજીમાંથી કોંગ્રેસને ફટકો પડ્યો


  વિધાનસભાની ચૂંટણી પહેલા ધોરાજીમાંથી પણ કોંગ્રેસને ફટકો પડ્યો છે. ભાયાવદરમાં કોંગ્રેસના નેતાઓએ કમલમ ખાતે સી.આર પાટીલની હાજરીમા ભાજપમાં જોડાઈ કેસરિયા કર્યા હતા. 12 જેટલા પાલિકાના સભ્યોની સાથે અન્ય કેટલાક કોંગી આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગામી સમયમાં કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યા કોંગ્રેસના નેતાઓ પક્ષનો હાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Gujarat vidhansabha election 2022

  विज्ञापन
  विज्ञापन