Home /News /gujarat /Gujarat Assembly Elections: ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે ભાજપ, ફરીથી બહુમતીથી બનશે સરકાર: અમિત શાહ

Gujarat Assembly Elections: ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે ભાજપ, ફરીથી બહુમતીથી બનશે સરકાર: અમિત શાહ

ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે ભાજપ: અમિત શાહ

Gujarat Assembly Election 2022: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અમિત શાહનું એક મહત્વનુ નિવેદન સામે આવ્યું છે. તેને હાલના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ ભાજપ ચૂંટણી લડશે તેવું કહ્યું હતું. અને વધુમાં ઉમેરતા એવું બોલ્યા હતા કે ફરીથી જંગી બહુમતીથી સરકાર પણ બનાવશે

વધુ જુઓ ...
  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah) આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઈને મંગળવારે કહ્યું છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના નેતૃત્વમાં જ લડવામાં આવશે. વધુમાં તેને આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે ફરી સત્તામાં આવશે. નામ લીધા વગર અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (Arvind Kejrival) ને સપના બતાવનાર ગણાવ્યા હતા અને કહ્યું કે રાજ્યના લોકો તેની કોઈ જ વાતોમાં નહીં આવે તેવું પણ તેને કહ્યું હતું.

  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગરમાં વિશ્વાસથી વિકાસ યાત્રાની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી કુલ રૂ. 1179 કરોડના ખર્ચે કુલ 519 જનહિતલક્ષી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો:  દેશમાં પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે સતત OBC સમાજ સાથે અન્યાય કર્યો: ડો. કે.લક્ષ્મણ

  જેમાં પંચાયત, સામાન્ય વહીવટ, ગ્રામ વિકાસ, બંદરો અને વાહન વ્યવહાર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળસંપત્તિ, શિક્ષણ, સામાજિક ન્યા અને અધિકારિતા, પાણી પુરવઠા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ તથા માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 394 કરોડના ખર્ચે 209 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા રૂપિયા 785 કરોડના ખર્ચે 310 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

  આ પૈકી ગાંધીનગર સંસદીય વિસ્તારમાં રૂ. 346 કરોડના ખર્ચે 170 જેટલા વિકાસકાર્યો કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યની સલામતી અને શાંતિ માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને બિરદાવતાં કહ્યું હતું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેણે નાર્કોટિક્સ વિરુદ્ધનું અભિયાન વધુ તેજ કર્યું છે અને લાખો કરોડો રૂપિયાનું ડ્રગ ઝડપીને નશાનો કારોબારને અટકાવ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ નાર્કોટિક્સ ડ્રગ્સ પકડનારું રાજ્ય ગુજરાત છે.

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, 20 વર્ષના સમયગાળામાં ગુજરાતનો જે વિકાસ થયો, લોકોનો ઉત્કર્ષ થયો તે બેજોડ છે. આ 20 વર્ષમાં ગુજરાતે અનેક સિદ્ધિઓ મેળવી છે, અપાર ઉપલબ્ધિઓ મેળવી, અખૂટ વિકાસ કર્યો છે તો સરકારે જનતાનો અતૂટ વિશ્વાસ સંપાદિત કર્યો છે.

  આ પણ વાંચો:  Gujarat Corona Update: રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાથી 3 દર્દીના મોત, જાણો કયા કેટલા કેસ નોંધાયા

  તેમણે ઉમેર્યું કે, ગુજરાતના આ 10 વર્ષ પ્રાયોરિટી પોલિસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. ગુજરાત સરકારે જન કલ્યાણ અને વિકાસના કામોને હંમેશા પ્રાથમિકતા આપી છે, ગુજરાતને એક પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે, તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક માનાંક અને સૂચકાંકોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Amit shah, ગુજરાત, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन