Home /News /gujarat /CM ભુપેન્દ્ર પટેલ અને C R પાટિલની દિલ્હીમાં અહમ બેઠક, જાણો ક્યારે જાહેર કરશે ભાજપના ઉમેદવાર

CM ભુપેન્દ્ર પટેલ અને C R પાટિલની દિલ્હીમાં અહમ બેઠક, જાણો ક્યારે જાહેર કરશે ભાજપના ઉમેદવાર

ફાઇલ તસવીર

Gujarat Election 2022: કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે જેમાં બે તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાન થશે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  Gujarat Assembly election 2022 ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને સીઆર પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. જેઓ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપશે અને આગામી 3 દિવસ સુધી ઉમેદવારોના નામ પર મંથન કરશે અને ત્યારપછી કેન્દ્રીય સંસદીય બોર્ડ દ્વારા યાદી બનાવવામાં આવશે.

  અને દિલ્હીથી નામોની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે જેમાં બે તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાન થશે.  આ પણ વાંચો:  Rajkot: માનસિક અસ્થિર તરૂણીને પાંચ મહિનાનો ગર્ભ, પરિવારે ફોસલાવીને પૂછ્યું તો કહ્યું કે નદી કાંઠે બે વાર...

  ખાસ વાત એ છે કે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં ભાજપ પક્ષના ઉમેદવાર કોણ હશે તે બહાર આવશે. સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આવતીકાલથી દિલ્હીમાં બે દિવસ સુધી ચાલુ રહેશે.

  આ બેઠક બાદ ભાજપ પક્ષ 9 નવેમ્બરે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પાર્લામેન્ટ્રી બોર્ડે 5 નામોની યાદી દિલ્હીને મોકલી છે.

  આ પણ વાંચો:  શૈક્ષણિક સંસ્થાના આ બે સંચાલકો પણ ચૂંટણી લડવા ઈચ્છુક - જાણો અમદાવાદની કઈ બેઠક પર છે નજર

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આમાંથી એક પર તેમના નામની મહોર લગાવશે. સુત્રો જણાવી રહ્યા છે કે ભાજપ પક્ષમાં ક્યા ઉમેદવારને લોટરી લાગશે તે 9 નવેમ્બરે જાણી શકાશે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: BJP Candidate, BJP News, ગુજરાત ચૂંટણી

  विज्ञापन
  विज्ञापन