Home /News /gujarat /ભાજપ પાર્લામેન્ટરી સમિતિની બેઠકમાં મંથન, આજે જાહેર થઈ શકે છે ઉમેદવારોની યાદી

ભાજપ પાર્લામેન્ટરી સમિતિની બેઠકમાં મંથન, આજે જાહેર થઈ શકે છે ઉમેદવારોની યાદી

ભાજપના ઉમેદવારોની યાદી

Gujarat Assembly election 2022: વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ, આજે દિલ્હી ખાતે ઉમેદવારોની યાદી માટે ભાજપ પાર્લામેન્ટરી સમિતિની બેઠક મળી છે. જેમાં PM મોદી, શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આવતીકાલે ગુરૂવારે આ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી શકે છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ પાર્લામેન્ટરી સમિતિની બેઠક મળી છે. જેમાં ઉમેદવારોની યાદીને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે પી નડ્ડા, CM ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાત ચૂંટણી માટેની ઉમેદવારોની યાદી આજે, ગુરૂવારે આ નામની યાદી જાહેર થવાની સંભાવના છે.

    આ પણ વાંચો: વિજય રૂપાણી બાદ 5 ભાજપના નેતાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત

    ભાજપ દ્વારા તેમના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર થાય તે પહેલા જ ભાજપના મોટા નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. જેમાં, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા, આર સી ફળદુ અને પ્રદિપસિંહ જાડેજાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ, વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી નવા ચહેરાઓને તક મળશે અને તેમને જીતાડવા માટે અમે મહેનત કરીશું.

    આ નેતાઓને ટિકિટ મળી શકે છે!

    મળતી માહિતી પ્રમાણે, ભાજપ આ નેતાઓને અહીંથી ટિકિટ આપી શકે છે. જેમાં ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાથી ટિકિટ મળી શકે છે. હર્ષ સંઘવીને મજુરા બેઠક પરથી, ઋષિકેશ પટેલને વિસનગર બેઠક પરથી, કનુભાઈ દેસાઈને પારડી બેઠક પરથી, અર્જુન સિંહ ચૌહાણને મહેમદાવાદ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. આ સાથે જસ કિરીટસિંહ રાણાને લીમડી બેઠક પરથી, જીતુ વાઘાણીને ભાવનગર પશ્ચિમ બેઠક પરથી, જગદીશ પંચાલને નિકોલ બેઠક પરથી, અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી અને બળવંતસિંહ રાજપૂતને સિદ્ધપુર બેઠર પરથી ટિકિટ મળે શકે છે. આ સાથે રાઘવજી પટેલને પણ ટિકિટ મળી શકે છે, તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन