Home /News /gujarat /Gujarat Assembly Election 2022: અત્યાર સુધીમાં 290 કરોડથી વધુ રોકડ મળી, દારૂ પણ જપ્ત
Gujarat Assembly Election 2022: અત્યાર સુધીમાં 290 કરોડથી વધુ રોકડ મળી, દારૂ પણ જપ્ત
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
Gujarat Assembly Election 2022: ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 290 કરોડ રૂપિયાથી વધુની રોકડ, ડ્રગ્સ અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 2017ની સરખામણીમાં આ વખતે 10 ગણી વધુ જપ્તી થઈ છે.
નવી દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં રાજ્યમાં અત્યાર સુધીમાં 290 કરોડ રૂપિયાથી વધુની રોકડ, ડ્રગ્સ, દારૂ અને ગિફ્ટ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચ (EC) અનુસાર, 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે 10 ગણી વધુ જપ્તી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી પંચ (EC)ના જણાવ્યા અનુસાર, વિવિધ અમલીકરણ એજન્સીઓ દ્વારા દેખરેખના પરિણામે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રેકોર્ડ જપ્તી થઈ છે.
143 કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યો
કમિશને જણાવ્યું હતું કે, ગુજરાત ATSના અધિકારીઓની ટીમના નેતૃત્વમાં વડોદરા (ગ્રામ્ય) અને વડોદરા શહેરમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ટીમે ડ્રગ (મેફેડ્રોન) બનાવતા બે ફેક્ટરી શોધી કાઢી છે અને લગભગ 478 કરોડ રૂપિયાની કિંમતનો 143 કિલો મેફેડ્રોન જપ્ત કર્યો છે. આ કેસમાં 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.
ચૂંટણી પંચે કહ્યુ હતુ કે, આ કાર્યવાહી હજુ ચાલુ છે અને તેના પૂર્ણ થયા બાદ વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 27.21 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ વખતે 29 નવેમ્બર સુધી કુલ 290.24 કરોડ રૂપિયાની જપ્તી થઈ હતી, જે 2017માં થયેલી જપ્તી કરતા 10.66 ગણી વધારે છે.
60 કરોડથી વધુના માદક પીણાં પકડાયા
ગુજરાત ATSના ઓપરેશનમાં જપ્ત કરાયેલ પ્રતિબંધિત ડ્રગ્સ ઉપરાંત 61.96 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો ઝડપાયા છે. કમિશનના ડેટા અનુસાર, રાજ્યમાંથી 14.88 કરોડની કિંમતનો ચાર લાખ લિટરથી વધુ દારૂ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર