Home /News /gujarat /Gujarat Assembly Election: હોનારતને કારણે મુખ્યમંત્રીને આપવું પડ્યું રાજીનામું, 1975ની ચૂંટણી બાદ 2 વખત લાગ્યું રાષ્ટ્રપતિ શાસન
Gujarat Assembly Election: હોનારતને કારણે મુખ્યમંત્રીને આપવું પડ્યું રાજીનામું, 1975ની ચૂંટણી બાદ 2 વખત લાગ્યું રાષ્ટ્રપતિ શાસન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 1975
Gujarat Assembly Election 1975: ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મીડિયાના અહેવાલો પ્રમાણે, ગણતરીના જ દિવસોમાં ચૂંટણી જાહેર થાય તેવી વાતો પણ સામે આવી છે. ત્યારે આજે તમને જણાવીશું કે, શા માટે એક જ ટર્મમાં બાબુભાઈ પટેલ 2 વખત મુખ્યમંત્રી બન્યા હતા અને એવું તો શું થયું જેના કારણે તેમને 2 વખત રાજીનામું આપવું પડ્યું હતું.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બસ થોડા જ સમયમાં જાહેર થવા જઈ રહી છે. જેને જોતા આજે અમે આપને 1975માં ગુજરાતની પાંચમી વિધાનસભાની ચૂંટણી કેવી યોજવામાં આવી હતી અને તેમાં કેવા મુદ્દાઓને સ્થાન આપવામાં આવ્યું હતું તેના વિશે જણાવીશું...
ગુજરાત વિધાનસભા 1975માં 181 બેઠક હતી. જેમાં 145 સામાન્ય બેઠકો, 12 બેઠકો અનુસૂચિત જાતિ અને 24 બેઠકો અનુસુચિત જનજાતિ અનામત હતી. જણાવી દઈએ કે, 1972ની ચૂંટણી કરતા 1975ની ચૂંટણીમાં સામાન્ય 10 બેઠક અને અનુસૂચિત જાતિની 1 બેઠક અને અનુસૂચિત જનજાતિની 2 બેઠકો વધારવામાં આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ, ભારતીય જન સંઘ, ભારતીય લોક સંઘ, કિમલોપ, CPI,CPM, NCO, SP અને અપક્ષએ ઉમેદવારી નોંધાવી હતી.
મતદારોની સંખ્યા
1972ની વિધાનસભાની ચૂંટણી પહેલા કુલ 1,39,81,348 મતદારો નોંધાયા હતા, જેમાં 70,71,205 પુરૂષો અને 69,10,143 મહિલાઓનો સમાવેશ થયો છે. જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં 84,02,069 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં 45,62,918 પુરૂષો અને 38,39,151 મહિલાઓનો સમાવેશ થયો હતો. આમ, કુલ 60.09% મતદાન નોંધાયું હતું.
આ વિધાનસભાની ચૂંટણીમાં 181 બેઠક માટે 848 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં 834 પુરૂષ અને 14 મહિલાઓનો સમાવેશ થયો હતો. આ બાદ, ચૂંટણીના પરિણામમાં 178 પુરૂષો અને 3 મહિલાઓએ જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ 75, ભારતીય જન સંઘ 18, ભારતીય લોક સંઘ 2, કિમલોપ 12, NCO 56, અપક્ષ 16ને બેઠક મળી હતી, આ ઉપરાંત, CPI,CPM, SP પોતાનું ખાલુ ખોલી શકી ન હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 1975
1975ની ચૂંટણીના લેખાજોખા
ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું, આ બાદ 1975માં 18 જૂનના રોજ ફરીથી જનતા ફ્રંટ (ભા.રા.કો (ઓ) + ભારતીય જન સંઘ + ભારતીય લોક દળ + સમતા પાર્ટી) એ મળીને સરકાર બનાવી હતી. જેમાં, પ્રથમ વખત ગેરકોંગ્રેસી બાબુભાઈ જશભાઈ પટેલને ગુજરાતના 6ઠ્ઠા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
1975ની ચૂંટણીમાં જનતા પક્ષની જીત થતા, 11 એપ્રિલ 1975માં ફરીથી બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને 75 બેઠક મળી હતી. એક અઠવાડીયા પછી, ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી પણ તેઓ માર્ચ 1976 સુધી પદ પર કાયમ રહ્યા હતા. બાબુભાઈ પટેલના સમયમાં ગુજરાતમાં 12 માર્ચ 1976થી 24 ડિસેમ્બર 1976 સુધી ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી હતા. આ બાદ, 24 ડિસેમ્બર 1976 ના રોજ કોંગ્રેસની સતા આવે છે. જેમાં માધવસિંહ સોલંકી ગુજરાતના 7માં મુખ્યમંત્રી બને છે.
જણાવી દઈએ કે, બાબુભાઈ જશભાઈ પટેલના સમયગાળા દરમિયાન 1979માં મોરબીમાં હોનારતની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં આવેલી મચ્છું નદી પરનો ડેમ તૂંટી પડતા હડારો લોકોના જીવ ગયા હતા.
તે સમયના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલના સમયમાં લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી, બંધ મિલોનું સંચાલન જેવા અનેક પ્રશ્નો હલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ દરમિયાન બાબુભાઈ પટેલે ભાવનગર યુનિવર્સિટી (હાલની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ) સ્થાપના કરી હતી. આ ઉપરાંત, તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષણમાં 10+2+3 ની થિયરી પણ અમલમાં લાવવામાં આવી હતી. આ સાથે જ, જાન્યુઆરી 1978માં અન્ય પછાત જ્ઞાતિઓ માટે 10 ટકા અનામત જગ્યા રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
બાબુભાઈ પટેલના સમયમાં સરકારી દસ્તાવેજો અને વહિવટી કાર્ય માટે માતૃભાષાની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ, રાજ્યમાં ગરીબી નિવારણ માટે પણ તેમણે એક પગલું ભર્યું હતું, જેમાં અંત્યોદય યોજના શરૂ કરવામાં આવી હતી.
બાબુભાઈ પટેલના શાસન દરમિયાન 17 ફેબ્રુઆરી 1980ના રોજ ફરીથી ગુજરાતમાં ચોથી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. જણાવી દઈએ કે, બાબુભાઈ પટેલના 1976ના શાસન દરમિયાન પહેલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું, આમ ગુજરાતની રાજનીતિમાં બાબુભાઈ પટેલની મુખ્યમંત્રી પદ હેઠળ બે વાર રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું હતું. આ દરમિયાન, નીલમ સંજીવ રેડ્ડી રાષ્ટ્રપતિ હતા.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર