Home /News /gujarat /કોંગ્રેસના આંતરીક વિખવાદે લીધો CMની ખુરશીનો ભોગ, અને 'નવનિર્માણ' બન્યું રાષ્ટ્રપતિ શાસનનો દ્વાર

કોંગ્રેસના આંતરીક વિખવાદે લીધો CMની ખુરશીનો ભોગ, અને 'નવનિર્માણ' બન્યું રાષ્ટ્રપતિ શાસનનો દ્વાર

1972ની ચૂંટણીના લેખાજોખા

Gujarat Assembly Election 1972: ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મીડિયાના અહેવાલો પ્રમાણે, ગણતરીના જ દિવસોમાં ચૂંટણી જાહેર થાય તેવી વાતો પણ સામે આવી છે. ત્યારે આજે તમને જણાવીશું કે, ગુજરાતની એ વિધાનસભાની ચૂંટણી બાદ, કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે કેવી રીતે મુખ્યમંત્રીઓ બદલાવવામાં આવ્યા હતા અને આ મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન નવનિર્માણ સહિતના આંદોલનો થયા હતા.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બસ થોડા જ સમયમાં જાહેર થવા જઈ રહી છે. જેને જોતા આજે અમે આપને 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની ચૂંટણી કેવી યોજવામાં આવી હતી અને તેમાં કેવા મુદ્દાઓને સ્થાન આપવામાં આવ્યું હતું તેના વિશે જણાવીશું...

    ગુજરાત વિધાનસભા 1972માં 168 બેઠક હતી. જેમાં 135 સામાન્ય બેઠકો, 11 બેઠકો અનુસૂચિત જાતિ અને 22 બેઠકો અનુસુચિત જનજાતિ અનામત હતી. જણાવી દઈએ કે, 1967ની ચૂંટણી કરતા 1972ની ચૂંટણીમાં સામાન્ય અને અનુસૂચિત જાતિની એક એક બેઠક કાપીને અનુસૂચિત જનજાતિની 2 બેઠકો વધારવામાં આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ, ભારતીય જન સંઘ, CPI,CPM, NCO, SOP અને સ્વતંત્ર પાર્ટીએ ઉમેદવારી નોંધાવી હતી.

    આ પણ વાંચો: ...અને 1967માં અચાનક ગુજરાત વિધાનસભાની 14 બેઠકો વધારાઇ, કારણ હતું કંઇક આવું

    1972ની વિધાનસભાની ચૂંટણી પહેલા કુલ 1,25,07,384 મતદારો નોંધાયા હતા, જેમાં 63,70,260  પુરૂષો અને 61,37,124 મહિલાઓનો સમાવેશ થયો છે. જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં 72,67,193 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં 40,20,234 પુરૂષો અને 40,20,234 મહિલાઓનો સમાવેશ થયો હતો. આમ, કુલ 58.10% મતદાન નોંધાયું હતું.

    168 બેઠકોમાં મહિલા-પુરુષ

    આ વિધાનસભાની ચૂંટણીમાં 168 બેઠક માટે 873 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં 852 પુરૂષ અને 21 મહિલાઓનો સમાવેશ થયો હતો. આ બાદ, ચૂંટણીના પરિણામમાં 167 પુરૂષો અને 1 મહિલાઓએ જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 140, ભારતીય જન સંઘ 3, CPI 1,  NCO 16 બેઠકો સાધથે જીત મેળવી હતી. આ ઉપરાંત,  CPM, SOP અને સ્વતંત્ર પાર્ટી પોતાનું ખાલુ પણ ખોલી શકી ન હતી.

    Gujarat Assembly Election 1972 CM Chimanbhai Patel Ghanshyam Oza presidents rule in gujarat
    1972ની ચૂંટણીના લેખાજોખા


    આ પણ વાંચો: ગુજરાતની પ્રથમ 1962ની ચૂંટણીનો પ્રચાર મુદ્દો અંગ્રેજીનો ભાષાનો હતો, ધારાસભ્યોનો 250 હતો પગાર
     આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. આથી, 17 માર્ચ 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ઇન્દિરા ગાંધીના નિર્ણયથી ઘનશ્યામભાઈ ઓઝા ગુજરાતની ચોથી વિધાનસભાના મુખ્યમંત્રી બન્યા હતા.


    તેમના સમયગાળામાં કાર્યો


    માધ્યમિક શિક્ષણ વિધેયક બિલ પસાર કરવામાં આવ્યું હતું અને તે અનુસાર માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ હતી. આ ઉપરાંત, તેમના જ કાર્યકાળમાં ગ્રામ વિકાસ માટે હાઉસિંગ બોર્ડ, આદિવાસીઓના કલ્યાણ માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના થઈ હતી. આ બાદ ફરી એક નેતાએ કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે ઘનશ્યામભાઈએ 17 જુલાઈ 1973ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.


    ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા


    ઘનશ્યામભાઈના રાજીનામા બાદ 18 જુલાઈ 1973 ના રોજ ચીમનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. તેઓ ગુજરાતના 5માં મુખ્યમંત્રી બન્યા હતા. જણાવી દઈએ કે, ચીમનભાઈ પટેલ સૌથી નાની ઉંમરના એટલે કે 44 વર્ષે મુખ્યમંત્રી બન્યા હતા. તેમના સમયગાળામાં ગુજરાતમાં અન્નની અછતના કારણે અનાજના ભાવમાં વધારો નોંધાયો હતો. તેના પ્રતિકારમાં રોટી રમખાણ અને વિદ્યાર્થીઓ દ્વારા નવનિર્માણ આંદોલન થયું હતું. આ આંદોલન ઉગ્ર બનતા આખરે મુખ્ય પ્રધાન ચીમનભાઈ સરકારે રાજીનામું આપવું પડ્યું હતું.

    નવનિર્માણ આંદોલનના કારણે ચીમનભાઈ પટેલે 9 ફેબ્રુઆરી 1974ના રોજ રાજીનામું આપ્યું અને ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.  તે સમયે રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી હતા. 18 જૂન 1975ના રોજ સુધી આ રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Assembly Election, Congress party, Gujarat Assembly Election

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन