Home /News /gujarat /...અને 1967માં અચાનક ગુજરાત વિધાનસભાની 14 બેઠકો વધારાઇ, કારણ હતું કંઇક આવું
...અને 1967માં અચાનક ગુજરાત વિધાનસભાની 14 બેઠકો વધારાઇ, કારણ હતું કંઇક આવું
ગુજરાતમાં 1967ની ચૂંટણી બાદ ખેલાયો હતો ખુની ખેલ
Gujarat Assembly Election 1967: ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મીડિયાના અહેવાલો પ્રમાણે, ગણતરીના જ દિવસોમાં ચૂંટણી જાહેર થાય તેવી વાતો પણ સામે આવી છે. ત્યારે આજે તમને જણાવીશું કે, ગુજરાતની એ વિધાનસભાની ચૂંટણી બાદ, કોમી રમખાણો સર્જાયા હતા, જોકે ગુજરાતમાં આ પ્રથમ કોમી રમખાણો હતા, તેના કારણે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
કઅમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બસ થોડા જ સમયમાં જાહેર થવા જઈ રહી છે. જેને જોતા આજે અમે આપને 1967માં ગુજરાતની બીજી વિધાનસભાની ચૂંટણી કેવી યોજવામાં આવી હતી અને તેમાં કેવા મુદ્દાઓને સ્થાન આપવામાં આવ્યું હતું તેના વિશે જણાવીશું.
ગુજરાત વિધાનસભા 1967માં 168 બેઠક હતી. જેમાં 136 સામાન્ય બેઠકો, 12 બેઠકો અનુસુચિત જાતિ અને 20 બેઠકો અનુસુચિત જનજાતિ અનામત હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ, ભારતીય જન સંઘ, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી, રિપબ્લીક પાર્ટી ઓફ ઇન્ડિયા, સંઘતા સોશિયાલિસ્ટ પાર્ટી અને સ્વતંત્ર પાર્ટીએ ઉમેદવારી નોંધાવી હતી. જણાવી દઈએ કે, ગુજરાતમાં 1962માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 154 બેઠકો હતી. આથી કહી શકાય કે, પ્રથમ વિધાનસભા બેઠક બાદ 14 બેઠકો વધારવામાં આવી હતી.
1967ની વિધાનસભાની ચૂંટણી પહેલા કુલ 1,06,94,972 મતદારો નોંધાયા હતા, જેમાં 54,32,184 પુરૂષો અને 52,62,788 મહિલાઓનો સમાવેશ થયો છે. જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં 68,12,931 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં 37,42,500 પુરૂષો અને 30,70,431 મહિલાઓનો સમાવેશ થયો હતો. આમ, કુલ 63.70% મતદાન નોંધાયું હતું.
ગુજરાતમાં 1967ની ચૂંટણી બાદ ખેલાયો હતો ખુની ખેલ
168 બેઠકોમાં મહિલા-પુરૂષ
આ વિધાનસભાની ચૂંટણીમાં 168 બેઠક માટે 613 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં 599 પુરૂષ અને 14 મહિલાઓનો સમાવેશ થયો હતો. આ બાદ, ચૂંટણીના પરિણામમાં 160 પુરૂષો અને 8 મહિલાઓએ જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 93, સ્વતંત્ર પાર્ટી 66 ભારતીય જન સંઘ 1 બેઠકો સાથે જીત મેળવી હતી. આ સાથે જ, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી રિપબ્લીક પાર્ટી ઓફ ઇન્ડિયા, સંઘતા સોશિયાલિસ્ટ પાર્ટી પોતાનું ખાલુ પણ ખોલી શકી ન હતી.
સ્વતંત્ર પાર્ટીનો ઇતિહાસ
સ્વતંત્ર પાર્ટી એ ભારતમાં એક રાજકીય પક્ષ હતો, જેની સ્થાપના ચક્રવર્તી રાજગોપાલાચારીએ ઓગસ્ટ 1959માં કરી હતી. આ પાર્ટીએ જવાહરલાલ નેહરુની સમાજવાદી નીતિનો વિરોધ કર્યો અને કહેવાતા "લાયસન્સ-પરમિટ રાજ" નાબૂદ કરીને મુક્ત અર્થતંત્રની હિમાયત કરી હતી. તે સમયે ભારતની સ્થિતિ એવી હતી કે કમનસીબે તેને જમીનદારો અને ઉદ્યોગપતિઓનો મિત્ર પક્ષ માનવામાં આવતો હતો. સ્વતંત્ર પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં સારી સફળતા હાંસલ કરી હતી પરંતુ 1974માં પીલુ મોદીની આગેવાની હેઠળના ભારતીય લોકદળ સાથે આ પક્ષના વિલીનીકરણ સાથે તેનું અસ્તિત્વ બંધ થઈ ગયું હતું.
આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી, આથી 20 સપ્ટેમ્બર 1965થી બનેલા ગુજરાતના મુખ્યમંત્રી હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈને ફરીથી 1967માં ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
સૌથી વધુ વાર મુખ્યમંત્રી
જણાવી દઈએ કે, હિતેન્દ્ર દેસાઈએ જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં કાયદા મંત્રાલય સંભાળેલું હતું. તે ઉપરાંત તેઓએ ગૃહ મંત્રાલય અને ધારાગૃહનાં નાયબ નેતા તરીકેનો કાર્યભાર પણ સંભાળેલો હતો. આ બાદ, તેઓ રાજ્યનાં 3જા મુખ્યમંત્રી બન્યા હતા. એ સમયમાં 1965 અને વર્ષ 1967 બે વાર સરકાર રચીને સૌથી વધુ વાર મુખ્યમંત્રી બનનારા તેઓ એક માત્ર નેતા હતા. તેમના બીજા કાર્યકાળ બાદ 1969માં હિંદુ મુસ્લિમ વચ્ચે કોમી રમખાણો થતા તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. આ બાદ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન પણ લગાવવામાં આવ્યું હતું. આ કોમી રમખાણો ગુજરાતમાં પ્રથમ વખત થયા હતા. આ રમખાણો દરમિયાન ઓછામાં ઓછા 1000 લોકો મૃત્યુ પામ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર