એક પોલીસ આવી પણ, ગુજરાત અને મુંબઇ પોલીસની આ વાત તમને ખબર છે?

એક પોલીસ આવી પણ, ગુજરાત અને મુંબઇ પોલીસની આ વાત તમને ખબર છે?

 • Share this:
  સંજય વાઘેલા, અમદાવાદ

  સમાજમાં શાંતિ અને શિસ્ત જાળવી રાખવામાં પોલીસનો રોલ મહત્વનો છે, આ કામમાં પોલીસ સખ્તાય અને કઠોર બની કાર્યવાહી કરે છે, તો કોઇ દેખાવ કરી રહેલા ટોળા પર લાઠીચાર્જ પણ કરે છે, પરંતુ નવા વર્ષે બે ઘટના એવી જોવા મળી જેમાં પોલીસનું નરમ વલણ સામે આવ્યું. વાત છે ગુજરાત અને મુંબઇ પોલીસની.  સૌપ્રથમ વાત ગુજરાત પોલીસની

  ગુજરાતમાં મહેસાણાની પોલીસે અનોખી પહેલ કરી હતી, જેમાં એઇડ્સ ગ્રસ્ત બાળકીની પોલીસ અધિકારી બનવાની ઇચ્છા મહેસાણા પોલીસે પૂર્ણ કરી હતી. માતાના ગર્ભમાંથી ઇન્ફેક્શન સાથે જન્મેલી એક બાળકીએ પોલીસ અધિકારી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફૂલ જેવી બાળકીની ઇચ્છા લાઘણજ પોલીસે પૂરી કરી અને બાળકીને એક દિવસની પોલીસ બનાવવામાં આવી. બાળકીને પોલીસ અધિકારીને મળતાં તમામ સન્માન આપવામાં આવ્યા. મહેસાણા જિલ્લા પોલીસ વડાની આ માનવતાવાદી અનોખી પહેલથી સૌકોઇએ બીરદાવવી જોઇએ.

  મુંબઇ પોલીસે ઉજવ્યો જન્મ દિવસ

  તો મુંબઇ પોલીસે પણ માનવતા દર્શાવી એક અનોખી પહેલ કરી હતી. મુંબઇમાં મટુંગા પોલીસ સ્ટેશનમાં 85 વર્ષિય લલિતાજીના જન્મ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. 85 વર્ષિય લલિતા સુભ્રમણ્યમ નામની મહિલા છેલ્લા ત્રણ દાયકાથી મુંબઇમાં એકલવાયું જીવન જીવે છે. પરિવારના કોઇ સભ્ય ન હોવાથી મુંબઇના માટુંગા પોલીસે લલિતાજીને માતા બનાવી છેલ્લા ચાર વર્ષથી તેમના જન્મ દિવસની ઉજવણી કરે છે. મટુંગા પોલીસ સ્ટેશનમાં તમામ પોલીસકર્મી વતી કેક મગાવી લલિતાજીનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો, તથા પોલીસ સ્ટેશનને સણગારવામાં આવ્યો.

     વાર તહેવારે સમાજની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેતી આપણી પોલીસની આવી અનોખી કામગીરી પણ બીરદાવવી જોઇએ. સામાન્ય રીતે લોકો પોલીસથી ડર અનુભવતા હોય છે, પરંતુ હકીકતમાં પોલીસજવાનો પોતાની નોકરી અને માણસ તરીકેની ફરજ નિભાવવાનું સારી રીતે જાણે છે.
  Published by:News18 Gujarati
  First published:January 03, 2019, 18:48 pm

  ટૉપ ન્યૂઝ