Home /News /gujarat /Gujarat Adhiveshan: હાર્દિક પટેલે કહ્યું- "હું 2 વર્ષમાં સમજી ગયો આથી હું નફામાં રહ્યો"

Gujarat Adhiveshan: હાર્દિક પટેલે કહ્યું- "હું 2 વર્ષમાં સમજી ગયો આથી હું નફામાં રહ્યો"

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

Gujarat Adhiveshan:ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને News18 દ્વારા એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. જેને લઈને આ કાર્યક્રમમાં અનેક મોટા નેતાઓ હાજરી આપશે અને તેમનો પક્ષ રાખજે. આ દરમિયાન ભાજપના નેતા અને વિરમગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલ અને કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ હાજરી આપી હતી.

વધુ જુઓ ...
  અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીના પડઘમ પણ શરૂ થઈ ગયા છે. એવામાં News18 દ્વારા આયોજીત ગુજરાત અધિવેશન કાર્યક્રમમાં ગુજરાત અને કેન્દ્રના અનેક નેતાઓ ભાગ લેવા આવી રહ્યા છે. આ દરમિયાન ભાજપ નેતા અને વિરમગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલ અને કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ આ ડિબેટ્સમાં આમનો સામનો કર્યો હતો.

  હાર્દિક પટેલે ભાજપમાં જોડાવાનું જણાવ્યું કારણ

  ગુજરાત અધિવેશનમાં પોતાની જૂની પાર્ટી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, અગાઉનો મુદ્દો અલગ હતો, પછી સ્વાભાવિક રીતે રાજકીય નિર્ણય લેવો જરૂરી હતો. સનાતન સંસ્કૃતિની વિરુદ્ધમાં ઘણી વખત અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાં સફળ ન થઈ શક્યો, એટલે આજે હું ભાજપમાં છું.

  આ પણ વાંચો:  ઝઘડિયાની બેઠક પર પિતા-પુત્રોનો ત્રિકોણીયો જંગ ખેલાશે, આજે ફોર્મ ભર્યા

  હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે, 'અમે તે સમયે જીતવાના માર્ગે હતા. ગુજરાતના ઘણા લોકોને એમ હતું કે, આ લોકો કઈંક સારૂ કરશે, પરંતુ 77 થી 60 સુધી પહોંચી ગયા. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સંભાળી શકે છે તે મને નથી લાગતું, લોકો છોડીને જાય છે, ગુલામ નબી 50 વર્ષમાં સમજ્યા, અને હું 2 વર્ષમાં નફામાં રહ્યો અને સમજી ગયો. પોતાની જૂની પાર્ટી પર પ્રહાર કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, જો કોંગ્રેસ પોતાની જાતને અને તેના ધારાસભ્યોને સંભાળી શકતી નથી, તો તે ગુજરાતને કેવી રીતે સંભાળશે. ઘણા લોકોએ કોંગ્રેસ છોડી, હું બે વર્ષમાં સમજી ગયો તેથી જ હું જલ્દી બહાર આવી ગયો.


  ગુજરાત અધિવેશનમાં ભાજપના નેતા હાર્દિક પટેલે કહ્યું કે, 'જ્યારે પણ ગુજરાતમાં મુદ્દાઓ ઉભા થયા, ત્યારે ભાજપે લોકોની વાત સાંભળી અને ઉકેલ શોધી કાઢ્યો છે. પરંતુ કોંગ્રેસ મુદ્દાઓથી ભટકી ગઈ છે.

  ગુજરાતના લોકો માટે લડી રહ્યા છીએ: કોંગ્રેસ નેતા

  ગુજરાત અધિવેશનમાં ભાગ લેનાર કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કહ્યું કે, તેમની પાર્ટી ગુજરાતના લોકો માટે લડી રહી છે. મુદ્દાઓ છે, મોંઘવારી, બેરોજગારીનો મુદ્દો છે. ગુજરાતમાં 27 વર્ષમાં હવાઈ વાતાવરણ સર્જાયું, જમીની સ્તરે સ્થિતિ ભાજપ માટે ખતરનાક છે.
  Published by:Samrat Bauddh
  First published:

  विज्ञापन
  विज्ञापन