Home /News /gujarat /Gujarat Adhiveshan: કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે દેખાય છે: અલ્પેશ ઠાકોર

Gujarat Adhiveshan: કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે દેખાય છે: અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાતા મળેલી હારનું કારણ જણાવ્યું

Gujarat Adhiveshan: ગુજરાત અધિવેશનમાં 'વિકાસ પર સવાલ કેમ?'માં સામેલ અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાતા મળેલી હારનું કારણ જણાવ્યું

  અમદાવાદ: ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણના મોટા ચહેરાઓ આજે ન્યૂઝ18 ઇન્ડિયાના 'ગુજરાત અધિવેશન'માં એક મંચ પર ભેગા થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ટોચના રાજકીય નેતાઓ જોડાઇ રહ્યા છે અને ગુજરાત ચૂંટણીને લગતા મુખ્ય રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ રહી છે.

  માત્ર ચૂંટણી સમયે કોંગ્રેસ દેખાય છે: અલ્પેશ ઠાકોર

  ગુજરાત અધિવેશનમાં સામેલ થયેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, 2017માં જનઆંદોલન વખતે અમને લાગતું હતું કે કોંગ્રેસ અમારો અવાજ સાંભળશે. અમારા માટે લડશે. 2 વર્ષમાં અમે રાહ જોતા રહ્યા, જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા, ત્યાં એવું કંઈ જ દેખાયું નહીં. અલ્પેશ ઠાકોરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી સમયે કોંગ્રેસ દેખાય છે. કોંગ્રેસે એક આંદોલન કર્યું હોય તેવું બતાવો. અમને લાગતું હતું કે અમારી વાત સાંભળશે, પાર્ટીની આંતરિક લડાઈને કારણે લોકો અમને સ્વીકારી શક્યા નથી.


  આ પણ વાંચો: હાર્દિક પટેલે કહ્યું- "હું 2 વર્ષમાં સમજી ગયો આથી હું નફામાં રહ્યો"

  મળેલી હારનું કારણ જણાવતાં અલ્પેશ ઠાકોર

  ગુજરાત અધિવેશનમાં 'વિકાસ પર સવાલ કેમ?'માં સામેલ અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાતા મળેલી હારનું કારણ જણાવતાં કહ્યું કે, જ્યારે હું બીજી પાર્ટીમાં ગયો ત્યારે લોકોને કન્વિન્સ કરવામાં નિષ્ફળ રહ્યો, પરંતુ આજે જે પાંચ વર્ષમાં મેં કામ કર્યું, લોકો જાણી ગયા કે વિકાસ તરફ જવાનું છે. ક્યાંથી લડવાનું છે? તે પાર્ટી નક્કી કરશે. બે દિવસ અગાઉ પણ મેં કહ્યુ હતુ કે, પાર્ટી કહેશે તો આ ચૂંટણી પણ લડીશ.

  અલ્પેશ ઠાકોર પર આલોક શર્માનો વળતો પ્રહાર - તેમણે કોંગ્રેસ-ભાજપ સાથે નહીં, સત્તા સાથે કરવું હતું.

  અલ્પેશ ઠાકોરની વાતો પર પલટવાર કરતાં કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું કે, 'તેમણે એક શબ્દ વાપર્યો કે તે આંદોલનનો લાભ લેવા માગતા હતા. તેઓ ગ્રીન પેન લઇને ફરી રહ્યા હતા. કોંગ્રેસ કે ભાજપ જોડે કોઇ લેવાદેવા નહોતા, સત્તા સાથે લેવાદેવા હતા. મતદારે સમજાવી દીધું, જો તમે પાર્ટી બદલશો તો અમે તમને સ્વીકારીશું નહીં.

  અલ્પેશ ઠાકોરે કહ્યું, મેં મારી યુવાનીના 20 વર્ષ કોંગ્રેસને આપ્યા

  ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, વર્ષ 2003માં મેં મારી યુવાનીના 20 વર્ષ કોંગ્રેસને આપ્યા. જનતાએ તમને હરાવ્યા. 50-50 વર્ષ જેમને સત્તા મેળી તેઓ પાર્ટી છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે, 2 હજારથી વધુ ધારાસભ્યો ગયા, તમારા વડીલ નેતા જતા રહ્યા.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Alpesh thakore, Gujarat Assembly Election 2022

  विज्ञापन
  विज्ञापन