Home /News /gujarat /કોંગ્રેસના શાસનમાં કૌભાંડોની ગણતરી કરવી મુશ્કેલ હતી, અને હવે કૌભાંડો શોધવા મુશ્કેલ: અમિત શાહ

કોંગ્રેસના શાસનમાં કૌભાંડોની ગણતરી કરવી મુશ્કેલ હતી, અને હવે કૌભાંડો શોધવા મુશ્કેલ: અમિત શાહ

ફાઇલ તસવીર

News18 ઈન્ડિયાના વિશેષ કાર્યક્રમ 'ગુજરાત અધિવેશન' (Gujarat Adhiveshan) (#News18GujaratAdhiveshan) માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ હાજરી આપી છે. જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આજે આ મંચ પર તમામ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા આરોપ પત્યારોપ કરવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી (Amit Shah) એ કૌભાંડોને લઈને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, દેશની સૌથી જૂની પાર્ટીના શાસન દરમિયાન કૌભાંડોની ગણતરી કરવી મુશ્કેલ હતી, પરંતુ અમારા શાસનમાં કૌભાંડો શોધવા મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી વ્યવસ્થા બનાવી છે કે ,હવે સુશાસન રહે છે.'

  દેશના સંસાધનો પર કોનો અધિકાર હોવો જોઈએ?


  દેશના સંસાધનો પર કોનો અધિકાર હોવો જોઈએ? આ સવાલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'દેશના સંસાધન પર પહેલો અધિકાર ગરીબ દલિત આદિવાસીઓનો હોવો જોઈએ. ધાર્મિક માન્યતાઓના આધારે દેશના સંસાધન પર કોઈનો અધિકાર હોવો જોઈએ નહીં. કોઈપણ ધર્મના ગરીબોને અધિકાર મળવો જોઈએ.

  કોંગ્રેસે સરદાર પટેલની હંમેશા અવગણના કરી: શાહ


  કેન્દ્રીય ગૃહમંત્રીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, કોંગ્રેસને સરદાર પટેલનું નામ લેવાનો અધિકાર નથી કારણ કે તેણે હંમેશા પટેલોને અન્યાય કર્યો છે. અમિત શાહે કહ્યું કે, પટેલના યોગદાન માટે કોંગ્રેસના સર્ટિફિકેટની જરૂર નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર પટેલની બનાવી છે.

  આ પણ વાંચો:  'ગુજરાતે ક્યારેય કોઈ થર્ડ પાર્ટી કન્સેપ્ટ સ્વીકાર્યો નથી: અમિત શાહ

  આજ સુધી એક પણ કોંગ્રેસી નેતા ત્યા પુષ્પાજંલિ કરવા ગયા નથી. પ્રતિમા કોઈએ પણ બનાવી હોય, તમારા શાસનમાં(કોંગ્રેસ) દરમિયાન અનેક પ્રતિમા બનાવવામાં આવી છે, અમે જઈએ છીએ અને આદરભાવ વ્યક્ત કરીએ છીએ. આ ઉપરાંત, તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ પ્રતિમાં બનાવી એટલા માટે તમે નથી જતા એવું નથી, પરંતુ આ સરદાર પટેલની પ્રતિમા છે એટલે તમે નથી જઈ રહ્યા અને સરદાર પટેલને હંમેશા અન્યાય આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે.

  સરદાર પટેલના નામે ન કોઈ યોજના બની, ન કોઈ સન્માન આપ્યું અને અહિયા સુધી કે, ભારત રત્ન પણ આપવામાં આવ્યું નહી, આ તો કોંગ્રેસની સત્તા ગઈ ત્યારે ભારતરત્ન આપવામાં આવ્યું હતું.

  ગુજરાતની ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળશે?


  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળશે? ગુજરાત સંમેલનમાં આ પ્રશ્ન પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, 'અમારો વોટ શેર ચોક્કસપણે વધશે. સીટો પણ વધશે, અમે જંગી બહુમતી સાથે સરકાર બનાવીશું. અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે.

  ભાજપના ચૂંટણી વચનો રેવડી રાજકારણથી અલગ છે: શાહ


  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રેવડીની રાજનીતિ અને ભાજપના ચૂંટણી વચનો વચ્ચેનો તફાવત જણાવતાં કહ્યું હતું કે, "મત માટે રેવડીનું વિતરણ કરવું અને જીવનધોરણ ઊંચું લાવવા માટે એક સમયની મદદ કરવી એ અલગ બાબત છે." શૌચાલય, ગેસ આપવો એ રેવાડીનું વિતરણ નથી.

  આ પણ વાંચો:  Gujarat Adhiveshan: સરકારે મોરબી દુર્ઘટનાને ગંભીરતાથી લીધી હતી: હર્ષ સંઘવી

  ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રવેશ અંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષના ખ્યાલને સ્વીકાર્યો નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઘર, વીજળી, શૌચાલય, ગેસ આપવાથી રેવાડીનું વિતરણ નથી થઈ રહ્યું. તેમણે એમ પણ કહ્યું કે કોઈનું જીવનધોરણ ઊંચું કરવું એ રેવાડી નથી. ચૂંટણી વચનો પર પોતાનો મુદ્દો રાખતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, "મત માટે રેવાડીનું વિતરણ કરવું અને જીવનધોરણ વધારવા માટે એક સમયની મદદ કરવી એ અલગ બાબત છે."
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Amit shah, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन