OMICRONથી દુનિયા પરેશાન, જ્યારે ગુજરાતમાં હજુ લાખ 46.47 લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો
OMICRONથી દુનિયા પરેશાન, જ્યારે ગુજરાતમાં હજુ લાખ 46.47 લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો
કોરોના વેક્સીન (File Photo)
19,91,766 લોકોએ પ્રથમ ડોઝ લીધાનાં બે થી ચાર અઠવાડિયા ઉપરાંત સમય વિતી ગયો છે. હજુ બીજો ડોઝ લેવા આવ્યા નથી. આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 7.41 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો.
અમદાવાદ: કોરોનાનાં નવાં વેરિન્ટ ઓમિક્રોનથી આખી દુનિયામાં જોખમ વધી ગયુ છે દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં એમિક્રોન વેરિયન્ટનાં કેસીસ નોંધાયા છે. નવાં વેરિયન્ટનાં ભય છતા ગુજરાતમાં હજુ રસીકરણની કામગીરીનાં ભય છતા ગુજરાતમાં હજુ રસીકરણની કામગીરી અંગે સવાલ કર્યા છે. કેમ કે હજુ પણ 46.47લાખ લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. ચિંતાનો વિષય એ છે કે, પ્રથમ ડોઝ લીધાનાં છ અઠવાડિયા કરતાં પણ વધુ સમય વિતી ગયો છે છતાં પણ બીજો ડોઝ લેવા લોકો આવ્યાં નથી. પ્રથમ ડોઝનાં આંકડા બતાવીને આરોગ્ય વિભાગ વાહ વાહી લૂંટી રહ્યું છે. પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો એવાં છે જેમણે કોરોનાની બીજી વેક્સીન લીધી નથી.
નનવાં વેરિયન્ટથી કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી આશંકા એક તરફ સેવાઇ રહી છે. ત્યારે લોકોમાં એવી સામાન્ય સમજ પ્રવર્તી રહી છે કે, ગુજરાતમાં કોરોનાંનાં કેસ નહિવત છે. લોકો અહીં હળવા મૂડમાં પણ આવી ગયા છે. જોકે, એવું નથી કોરોનાએ હજુ વિદાય લીધી નથી. હોસ્પિટલમાં ડોક્ટર્સ હજુ પણ સાવચેતી વર્તવા જણાવે છે. આરોગ્ય વિભાગનાં આંકડા પર નજર કરીએ તો આજે પણ ગુજરાતમાં 46,47,750 લોકોએ કોરોનાનો બીજો ડોઝ નથી લીધો. અમદાવાદ શહેરમાં 67,126 લોકોએ રસી લીધી નથી. મહેસાણામાં 3,42,212 લોકોએ, બનાસકાંઠામાં 2,84,842 લોકોએ અમરેલીમાં 3,323, 750 અને આણંદમાં 2,84,432, છોટા ઉદેપુરમાં 1,78,462 લોકોએ રસી લેવાનું ટાળ્યું છે. નિષ્ણાતો કહી રહ્યાં છે કે, રસી વિનાનાં લોકો કોરોનાનાં વાહક બની શકે છે.
કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ લીધાનાં 28 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હોય છે જ્યારે કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધાનાં 84 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હોય છે. ગુજરાતમાં 14,06,376 લોકોએ પ્રથમ ડોઝ લીધાના બે અઠવાડિયા ઉપરાંતનો સમય વિતી ગયો છે હજુ બીજો ડોઝ લેવામાં આવ્યો નથી.
19,91,766 લોકોએ પ્રથમ ડોઝ લીધાનાં બે થી ચાર અઠવાડિયા ઉપરાંત સમય વિતી ગયો છે. હજુ બીજો ડોઝ લેવા આવ્યા નથી. આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 7.41 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો.
ડોક્ટર્સનું કહેવું છે કે, જો સમયસર વેક્સીનનો બીજો ડોઝ ન લેવામાં આવે તો કોરોનાની વેક્સીન કારગર સાબિત થશે નહીં. લોકોએ જાગૃતિ દાખવવી પડે છે. સરકારે પણ આ દિશામાં કામગીરી વધુ કારગાર બનાવવી પડશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર