કેવડિયા ખાતે PM મોદી સુરક્ષામાં તૈનાત 23 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

News18 Gujarati
Updated: October 30, 2020, 6:00 PM IST
કેવડિયા ખાતે PM મોદી સુરક્ષામાં તૈનાત 23 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ

ગુરુવારે 3,651 પોલીસકર્મીઓને આ અંતર્ગત તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 23 સંક્રમિત હતા. હવે આ તમામ સંક્રમિત પોલીસકર્મીઓને નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિતિ કોવિડ 19 કેન્દ્રમાં દાખલ કરવા આવ્યા છે.

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની ગુજરાત (Gujarat)ની કેવડિયામાં થનારી યાત્રાના એક દિવસ પહેલા સુરક્ષાકર્મીઓનો કોવિડ 19 (Covid 19) ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અને તપાસમાં 23 પોલીસકર્મી (Policeman) કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. અધિકારીઓએ શુક્રવારે આ મામલે જાણકારી આપી હતી. નર્મદા જિલ્લાના કેવડિયા ગામમાં શુક્રવાર અને શનિવાર થનારી વડાપ્રધાનની યાત્રાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity)ની આસપાસના વિસ્તારોમાં 5 હજારથી વધુ પોલીસ તથા રાજ્ય રિઝર્વ પોલીસના કર્મીઓ તૈનાત કરવનામાં આવ્યા છે. મોદી હાલ બે દિવસની ગુજરાત યાત્રા પર કેવડિયા આવ્યા છે અને તે શનિવાર બપોર સુધી અહીં રહેશે.

નર્મદા જિલ્લા પ્રસાશનની તરફથી જાહેર એક પ્રેસનોટ મુજબ એકતા દિવસની તૈયારીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા કર્મી માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાલે ખાસ તપાસ બૂથ બનાવવામાં આવ્યા છે. ગુરુવારે 3,651 પોલીસકર્મીઓને આ અંતર્ગત તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 23 સંક્રમિત હતા. હવે આ તમામ સંક્રમિત પોલીસકર્મીઓને નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિતિ કોવિડ 19 કેન્દ્રમાં દાખલ કરવા આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નજીક નવનિર્મિત આરોગ્ય વન, એકતા મોલ અને બાળકો માટે પોષક પાર્કનું આજે ઉદ્ધાટન કર્યું હતું. આરોગ્ય વનમાં 15 એકર વિસ્તારમાં વિવિધ ઔષધીય ગુણોવાળા છોડ વાવવામાં આવ્યા છે. તેમાં 380 પ્રજાતિના પાંચ લાખ વૃક્ષો છે. તે યોગ અને આયુર્વેદને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યા છે. બે દિવસીય પ્રવાસ પર આજે ગુજરાત પહોંચેલા વડાપ્રધાને સૌ પ્રથમ ગાંધીનગરમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલ અને ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને તેમના સંગીતકાર ભાઈ મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી.

અહીંથી વડાપ્રધાન કેવડિયા પહોંચ્યા અને આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અહીં તેમની સાથે હતા. વડાપ્રધાને એકતા મોલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ મોલ ભારતની હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે. દેશભરના ઉત્પાદનો અહીં પ્રદર્શિત કરવામાં આવશે. એક સત્તાવાર નિવેદન મુજબ, આ મોલનો હેતુ એકતાનો સંદેશ આપવાનો છે. આ મોલ 35 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. મોલમાં 20 એમ્પોરિયમ છે, જે દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. એકતા મોલનું નિર્માણ ફક્ત 110 દિવસમાં કરવામાં આવ્યું છે.

વધુ વાંચો : Mirzapur 2 : કાલીન ભૈયાથી લઇને ગુડ્ડૂ પંડિત સુધી, જાણો ભૌકાલી એક્ટરો કેટલીક સંપત્તિના છે માલિક

વડાપ્રધાને બાળકો માટેના પોષક પાર્કનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે પાર્કની મુલાકાત લીધી અને બાળકોને આકર્ષિત કરતી વિવિધ સુવિધાઓ નિહાળી હતી. આ વિશ્વનો પહેલો ટેકનોલોજી આધારિત પાર્ક છે, જે 35 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ પાર્કમાં ન્યુટ્રી ટ્રેન પણ છે, જેનાં સ્ટેશનનાં નામ પણ ખૂબ જ રસપ્રદ રાખવામાં આવ્યાં છે. જેના ફળોનું નામ ગૃહમ, પાયોનાગિરી, અન્નપૂર્ણા, પોષણ પુરાણ, સ્વસ્થ ભારત રાખવામાં આવ્યું છે. ન્યુટ્રી ટ્રેનમાં સવારી દરમિયાન વડા પ્રધાને વિવિધ સ્ટેશનોની મુલાકાત લીધી. આ ઉદ્યાનનો ઉદ્દેશ્ય વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પૌષ્ટિક આહાર વિશે જાગૃતિ લાવવાનો છે. આ પાર્કમાં મિરર ટેબલ, 5 ડી વર્ચ્યુઅલ રિયલ્ટી થિયેટર અને ઓગમેંન્ટડ રિયલ્ટી ગેમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

માર્ચ મહિનામાં કોરોના વાયરસના રોગચાળા બાદ મોદીની તેમના ગૃહ રાજ્યની આ પ્રથમ મુલાકાત છે. આ સમય દરમિયાન તે કેવડિયા અને અમદાવાદ વચ્ચેની સીપ્લેનનું પણ લોકાપર્ણ કરશે. સાથે જ કેવડિયા ખાતે સરદાર પટેલ પ્રાણીસંગ્રહાલય ઉદ્યાન 'જંગલ સફારી' નું પણ ઉદ્ધાટન કરશે.
Published by: Chaitali Shukla
First published: October 30, 2020, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading