ગીતા મહેતા, ગાંધીનગર : ગાંધીનગરમાં આયોજન જીએડી વિભાગના સંયુક્ત સચિવ અને આઈ.એ.એસ. ઓફિસર ગૌરવ દહીંયા દિલ્હીની મહિલા બ્લેકમેલ કરતી હોવાની પોલીસ અરજી આપી છે. દહીંયાએ સેક્ટર 6 પોલીસ સ્ટેશનમાં દિલ્હીની મહિલા લિનુ સિંહ બ્લેકમેલ કરતી હોવાની અરજી આપી છે. દહીંયાનો દાવો છે કે લિનુ સિંહ સાથે તેની મુલાકાત વર્ષ 2017માં ફેસુબકના માધ્યમથી થઈ હતી, ત્યારબાદ બંને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. પોતે પરિણીત હોવા છતાં મહિલાએ રિલેશન રાખવા દબાણ કર્યું હતું.
ગૌરવ દહીંયાનો આક્ષેપ છે કે મહિલાએ તેને બ્લેકમેલ કરી અને તેમના ફોટા મોર્ફ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. જ્યારે લિનું સિંહે ગૌરવ દહીંયા વિરુદ્ધ દિલ્હીના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. દહીંયાનો આક્ષેપ છે કે મહિલાના કારણે પ્રથમ પત્ની સાથે મારા છુટાછેડા થઈ ગયા છે.
ગૌરવ દહીંયા અને લિનુ સિંઘના ફોટા સોશિયલ મીડિયમાં વાયરલ થઈ હોવાની ચર્ચા છે.
દિલ્હીની મહિલાએ શોષણની ફરિયાદ કરી
મહિલાની ફરિયાદ વિશે ગૌરવ દહીંયાએ જણાવ્યું હતું કે આ ફરિયાદ પાયા વિહોણી છે. આ મહિલાનું નામ લીનું સિંઘ નામ છે અને તેમણે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે. લિનુ સિંઘ મને માનસિક રીતે બ્લેકમેઇલ કરવા માંગે છે.
લિનુ સિંઘે ગૌરવ દહીંયા વિરુદ્ધ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મહિલાનો આક્ષેપ લગ્ન કર્યા છે
પ્રાપ્ત અહેવાલો મુજબ લિનુ સિંઘે જણાવ્યું છે કે તેના અને ગૌરવ દહીંયાના લગ્ન થઈ ગયા છે. લિનુ સિંઘે કેટલીક તસવીરો દ્વારા એવું સાબીત કરવાનો પ્રયાસ કર્યો છે કે તેમના ગૌરવ દહીંયા સાથે લગ્ન થઈ ગયા હતા અને તેમને એક પુત્રી પણ જન્મેલી છે. જ્યારે આ મામલે દહીંયાનું કહેવું છે કે એ મહિલાનું ચરિત્ર શંકાના દાયરામાં છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર