Home /News /gujarat /

ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું 35.61 ટકા પરિણામ જાહેર

ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું 35.61 ટકા પરિણામ જાહેર

પ્રતિકાત્મક તસવીર

પૂર્વ સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે લેવાયેલ પરીક્ષા નું પરિણામ 28.75 ટકા પરિણામ

    સંજય ટાંક, અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષાનું પરિણામ 35.61 ટકા જાહેર કરવામાં આવ્યું છે. કુલ 17,426 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5,548 ઉત્તીર્ણ થયા છે. 14 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે. આ ઉપરાંત પૂર્વ સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે લેવાયેલી પરીક્ષાનું પરિણામ 28.75 ટકા આવ્યું છે.

    17,426 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના ફોર્મ ભર્યા હતા જેમાંથી 15580 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5548 પાસ થયા છે. એ ગ્રુપમાં છોકરાઓની ટકાવારી 28.26 ટકા રહી જ્યારે છોકરીઓની ટકાવારી 36.28 રહી. બી ગ્રુપમાં પણ છોકરાઓ કરતાં છોકરીની સફળતાની ટકાવારી ઊંચી રહી. 34.81 ટકા છોકરાઓ સફળ રહ્યા જ્યારે 42.05 ટકા છોકરીઓ સફળ રહી.

    સેમેસ્ટર સિસ્ટમની પૂરક પરીક્ષા માટે 5515 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેની સામે 3698એ પરીક્ષા આપી હતી. જે પૈકી માત્ર 1063 પાસ થયા છે. આમ તેની ટકાવારી 28.75 ટકા રહી છે. નોંધનીય છે કે, આ પૂરક પરીક્ષામાં પણ એ અને બી ગ્રુપમાં છોકરાઓ કરતાં છોકરીઓની સફળતાની ટકાવારી ઊંચી રહી છે.

    આ પણ વાંચો, ગુજરાતમાં નવી 9 ખાનગી યુનિવર્સિટી ખુલશે, જાણી લો તેના નામ

    બપોરે 12 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી શાળાએ માર્કશીટ અને પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવી હતી.

    આ પણ વાંચો, રાજકોટ પોલીસની જીપમાં બનાવેલો Tiktok વીડિયો વાયરલ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Board exam, Standard 12, ગુજરાત શિક્ષણ બોર્ડ, પરિણામ

    આગામી સમાચાર