ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે આગામી આગામી 25મી ઑગસ્ટથી દોરણ 12 સાયન્સ, ઉચ્ચતર બુનિયાદી, ઉત્તર બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીના કારણે જ્યારે સ્કૂલ-કૉલેજો બંધ છે ત્યારે આ પરીક્ષાનું ટાઇમ ટેબલ નક્કી કરાતા વિદ્યાર્થીઓ પાસે એક મહિના જેટલો સમય છે.
બોર્ડ દ્વારા આપવામાં આવેલા ટાઇમ ટેબલ મુજબ આ પરીક્ષા આગામી 25મી ઑગસ્ટ મંગળવારથઈ 27મ ઑગસ્ટ ગુરૂવાર સુધી યોજાશે. દરરોજ સવારે 10.30 2.00, 3.00થી 6.00ની વચ્ચે જુદા જુદા વિષયોની પરીક્ષા લેવામાં આવશે. દરમિયાન રાજ્યમાં હજુ પણ શાળા-કૉલેજો ખોલવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું ટાઇમ ટેબલ
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાળાઓ ખોલવાની કોઈ ઉતાવળ નથી. સ્થિતિ સામાન્ય બન્યા બાદ એક કમિટીની સલાહ મુજબ શાળા ખુલશે. આ કમિટીમાં સ્વાસ્થ્ય તજજ્ઞોને પણ મૂકવામાં આવશે અને તેમની સલાહના આધારે શાળાઓ ખોલવાનો નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદ : 20 લાખ રૂપિયાના વ્યાજની ઉઘરાણીથી કંટાળી વેપારીનો આપઘાત, મોતનો વિચલિચત કરતો CCTV Video
દરમિયાન રાજ્યમાં ગઈકાલે 1026 કેસ કોરોનાના પોઝિટિવ આવતા પોઝિટિવ કેસનો આંકડો 50,000ને પાર થઈ ગયો છે. તેવામાં શાળઆઓ ખોલવાનું જોખમ બોર્ડ લેવા માંગતું નથી પરંતુ જે વિદ્યાર્થીને આગળ અભ્યાસક્રમ કરવો હોય તેના માટે પૂરક પરીક્ષાઓ યોજવી અનિવાર્ય છે. બોર્જ દ્વાર એક અને બે વિષયમાં અનુત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓને દર વર્ષે પૂરક પરીક્ષા દ્વારા આગળ વધવાની તક આપવામાં આવે છે.
આ પણ વાંચો : સુરત : મનપા કર્મચારીએ માસ્ક ચેકિંગના નામે માથાકૂટ કરી ગાળો આપી, વીડિયો Viral થતા મામલો બીચક્યો