મેડિકલમાં એડમિશન મેળવવા માંગો છો, જાણો છેલ્લા બે વર્ષનું કટ ઓફ

News18 Gujarati
Updated: May 9, 2019, 11:24 AM IST
મેડિકલમાં એડમિશન મેળવવા માંગો છો, જાણો છેલ્લા બે વર્ષનું કટ ઓફ
પ્રતીકાત્મક તસવીર

ઊંચા પર્સેન્ટાઇલ મેળવનારા સ્ટુડન્ટ્સની પહેલી પસંદ સરકારી કોલેજ, સારી સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પણ હોય છે ધસારો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. પરિણામ જાહેર થયા બાદ સ્ટુડન્ટ્સ અને તેમના માતા-પિતાની ગમતી સ્ટ્રીમ અને સારી કોલેજમાં એડમિશન લેવાની કવાયત શરૂ થઈ જશે. મેડિકલ લાઇનની અલગ-અલગ કોર્સમાં એડમિશન લેવા માંગતા સ્ટુડન્ટ્સની પહેલી પસંદ એમબીબીએસ હોય છે. ત્યારબાદ ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથીમાં એડમિશન લેવાનું પસંદ કરવામાં આવે છે.

ઊંચા પર્સેન્ટાઇલ ધરાવતાં સ્ટુડન્ટ્સની પહેલી પસંદ સરકારી કોલેજમાં એડમિશન લેવાની હોય છે. તેના કારણે સરકારી કોલેજોમાં કટઓફ પણ ઊંચો રહે છે. તેની સામે રાજ્યમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પણ સરકારી કોલેજોમાં એડમિશન નહીં મળનારા સ્ટુડન્ટસનો ઘસારો રહેતો હોય છે.

અહીં જુઓ તમારું પરિણામ :છેલ્લા બે વર્ષમાં કેટલો રહ્યો કટ ઓફ?

એમબીબીએસમાં કટ ઓફ

કેટેગરી કોલેજનો પ્રકાર કટ ઓફ 2018 કટ ઓફ 2019
ઓપન સરકારી 475 505
સેલ્ફ ફાય. 350 380
એસઈબીસી સરકારી 367 397
સેલ્ફ ફાય. 270 300
એસી સરકારી 334 364
સેલ્ફ ફાય. 248 278
એસટી સરકારી 214 244
સેલ્ફ ફાય. 118 148

ડેન્ટલ કોર્સમાં કટ ઓફ

કેટેગરી કોલેજનો પ્રકાર કટ ઓફ 2018 કટ ઓફ 2019
ઓપન સરકારી 327 349
સેલ્ફ ફાય. 133 155
એસઈબીસી સરકારી 235 257
સેલ્ફ ફાય. 111 133
એસી સરકારી 218 240
સેલ્ફ ફાય. 121 143
એસટી સરકારી 107 129
સેલ્ફ ફાય. 107 129

આયુર્વેદિક કોર્સમાં કટ ઓફ

કેટેગરી કોલેજનો પ્રકાર કટ ઓફ 2018 કટ ઓફ 2019
ઓપન સરકારી 330 345
સેલ્ફ ફાય. 227 242
એસઈબીસી સરકારી 311 326
સેલ્ફ ફાય. 212 227
એસી સરકારી 269 284
સેલ્ફ ફાય. 207 222
એસટી સરકારી 140 162
સેલ્ફ ફાય. 97 113

હોમિયોપેથી કોર્સમાં કટ ઓફ


કેટેગરી કોલેજનો પ્રકાર કટ ઓફ 2018 કટ ઓફ 2019
ઓપન સરકારી 287 297
સેલ્ફ ફાય. 167 177
એસઈબીસી સરકારી 264 274
સેલ્ફ ફાય. 154 164
એસી સરકારી 212 222
સેલ્ફ ફાય. 145 155
એસટી સરકારી 121 131
સેલ્ફ ફાય. 101 111

નેચરોપેથી કોર્સમાં કટ ઓફ

કેટેગરી કોલેજનો પ્રકાર કટ ઓફ 2018 કટ ઓફ 2019
ઓપન સરકારી - -
સેલ્ફ ફાય. 185 190
એસઈબીસી સરકારી - -
સેલ્ફ ફાય. 170 175
એસી સરકારી - -
સેલ્ફ ફાય. 160 165
એસટી સરકારી - -
સેલ્ફ ફાય. - -

આ પણ વાંચો, કારકિર્દી માર્ગદર્શનઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના ઉપલબ્ધ અભ્યાસક્રમો
First published: May 9, 2019, 7:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading