ગુજરાત  શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી : પરીક્ષા આપી છતાં વિદ્યાર્થીના પરિણામમાં બે વિષયમાં ગેરહાજર 


Updated: June 16, 2020, 10:59 PM IST
ગુજરાત  શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી : પરીક્ષા આપી છતાં વિદ્યાર્થીના પરિણામમાં બે વિષયમાં ગેરહાજર 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કહ્યું - આ વિદ્યાર્થી હાજર હતો પણ અન્ય ઉમેદવારના બેઠક નંબરનું બારકોડ સ્ટિકર વાપરીને પરીક્ષા આપી હોવાથી બંને વિષયમાં ગેરહાજર દર્શાવીને પરિણામ જાહેર થયેલ છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કહ્યું - આ વિદ્યાર્થી હાજર હતો પણ અન્ય ઉમેદવારના બેઠક નંબરનું બારકોડ સ્ટિકર વાપરીને પરીક્ષા આપી હોવાથી બંને વિષયમાં ગેરહાજર દર્શાવીને પરિણામ જાહેર થયેલ છે

  • Share this:
ગાંધીનગર  :  શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. 7 વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને  બે વિષયમાં ગેરહાજર બતાવ્યો છે. ધોરણ -12  સામાન્ય પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ સોમવારે જાહેર થયું છે.  ત્યારે ભાર્ગવ ત્રિવેદી નામના વિદ્યાર્થીએ તમામ વિષયની પરીક્ષા આપી હતી. આ અંગે ભાર્ગવના પરીક્ષાના પ્રવેશપત્રમાં નોંધ પણ કરાઈ છે.

પ્રવેશપત્ર પર પરીક્ષાખંડ સુપરવાઈઝરની સહી પણ તમામ પરીક્ષામાં કરેલી છે. પરિણામમાં ભાર્ગવને 2 વિષયની પરીક્ષામાં ગેરહાજર બતાવાયો છે. વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર, નામાના મૂળતત્વોમાં ગેરહાજર બતાવાયો છે. વિદ્યાર્થી ભાર્ગવ ત્રિવેદીએ તમામ વિષયોની પરીક્ષા આપી હતી. આ અંગે ભાર્ગવના પરીક્ષાના પ્રવેશપત્રમાં નોંધ પણ કરવામાં આવી છે.

'મારા ભાઇના ભવિષ્યનું શું થશે'

આ અંગે ભાર્ગવનાં ભાઇએ જણાવ્યું કે, મારા ભાઇએ દરેક વિષયની પરીક્ષા આપી છે તેની હોલ ટિકિટમાં પણ આન્સર સીટનાં નંબર અને શિક્ષકની સહી છે. તો પણ તેના પરિણામમાં તેને બે વિષયની પરીક્ષામાં ગેરહાજર બતાવવામાં આવ્યો છે.  જે બાદ અમે તેના પરીક્ષા સેન્ટર પર ગયા ત્યાં તેમણે અમને કહ્યું કે, આ બધું અમારા હાથમાં નથી. તમારે ગાંધીનગર જવું પડશે. તો અમે ત્યાં ગયા. જ્યાં અમને કહ્યું કે, તમારે દફતર ચકાસણીનું ફોર્મ ભરવું પડશે તો પરંતુ હજી આ ફોર્મનું કોઇપણ નોટિફિકેશ બહાર આવ્યું નથી. આ ફોર્મ આવે પછી તેનું પરિણામ આવશે આમાં ઘણો સમય લાગશે તો મારા ભાઇએ શું આ રીતે બેસી રેહવું પડશે. એના ભવિષ્યનું શું થશે. હવે અમને ચિંતા થાય છે.

આ પણ વાંચો - સુશાંત સિંહ રાજપૂતની અમદાવાદ સાથે જોડાયેલી કેટલીક યાદોની જુઓ EXCLUSIVE તસવીરો

'હું ઘણો નિરાશ થયો છું'આ અંગે વિદ્યાર્થી ભાર્ગવે જણાવ્યું કે, મેં માર્ચ ૨૦૨૦માં થયેલી સામાન્ય  પ્રવાહની તમામ પરીક્ષા આપી છે. તે અંગેની સાબિતીમાં હોલ ટિકિટ પણ છે. હું પાંચ વિષયમા પાસ થયો છું અને બે વિષયમાં ગેરહાજર બતાવવામાં આવ્યો છું. મારૂં પરિણામ જોઇને હું ઘણો નિરાશ થથયો છું. હવે મારે શું કરવું.આ અંગે શિક્ષણ બોર્ડે શું કહ્યું?

આ મામલે ગુજરાત શિક્ષણ બોર્ડે જણાવ્યું કે,  આ વિદ્યાર્થી હાજર હતો પણ અન્ય ઉમેદવારના બેઠક નંબરનું બારકોડ સ્ટિકર વાપરીને પરીક્ષા આપી હોવાથી બંને વિષયમાં ગેરહાજર દર્શાવીને પરિણામ જાહેર થયેલ છે. વિદ્યાર્થી અને પરીક્ષાખંડના સુપરવાઇઝરની ક્ષતિના કારણે આ ઘટના બનેલ છે. જો પરીક્ષા પછી પરીક્ષાખંડના સુપરવાઇઝર કે વિદ્યાર્થીએ આ ભૂલ બોર્ડના ધ્યાને મુકી હોત તો પરિણામ પહેલા ભૂલ સુધારી શકાઈ હોત. આ સમગ્ર ઘટનામાં બોર્ડ કક્ષાએથી કોઈ ક્ષતિ થયેલી નથી.

આ પણ જુઓ -

 

ત્યારે સવાલ એ છે કે,  શિક્ષણ બોર્ડની ભૂલના કારણે વિદ્યાર્થીને કેમ ભોગવવું પડી રહ્યું છે. તંત્રની બેદરકારની કારણે વિદ્યાર્થીને નુકસાન કેમ?. શું વિદ્યાર્થીની પરીક્ષા પેપર જ તપાસાયું નથી?. પરીક્ષા આપી છતા ગેરહાજર કેમ ગણાવ્યો?. વિદ્યાર્થી હવે આગળ કેવી રીતે એડમિશન લેશે?. તમારી ભૂલના કારણે વિદ્યાર્થીએ હવે ધક્કા ખાવાના?. શિક્ષણ બોર્ડની ભૂલના કારણે વિદ્યાર્થીનો સમય બગડશે તેનું શું?
First published: June 16, 2020, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading