ભુજ સહજાનંદ મહિલા કોલેજના ચાર મહિલા આરોપીઓના જામીન મંજૂર


Updated: February 22, 2020, 8:50 PM IST
ભુજ સહજાનંદ મહિલા કોલેજના ચાર મહિલા આરોપીઓના જામીન મંજૂર
ભુજ સહજાનંદ મહિલા કોલેજના ચાર મહિલા આરોપીઓના જામીન મંજૂર

સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી હતી

  • Share this:
અમદાવાદ : ભુજ સહજાનંદ મહિલા કોલેજ વિવાદના મામલે ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા આ ચાર મહિલા આરોપીઓ આચાર્ય રીટા રાણીગા, કો.ઓર્ડીનેટર અનિતા ચૌહાણ, છાત્રાલય સુપરવાઇઝર રમીલા હિરાણી, પટાવાળા નયના ગોરસીયાને જામીન પર મુક્ત કર્યા છે. દરમિયાન પોલીસે એવો નિર્દેશ આપ્યો હતો કે આ ચારેયની પૂછપરછમાં કોઈ બીજા નામો બહાર આવ્યા નથી. જોકે પોલીસે બનાવેલી સીટની તપાસ ટીમે આચાર્ય મહિલા ઉપર વિદ્યાર્થીઓને માસિક ધર્મ દરમિયાન બળજબરીથી ગોંધી રાખી હોવાની કલમ પણ દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં જે દીકરીઓના કપડા ઉતરાવી તેમના માસિકધર્મનું ચેકિંગ થયું હતું. આ મામલે સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આ શરમજનક ઘટનાના પગલે મહિલા આયોગની ટીમે પણ તપાસ કરી હતી. કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકીયાએ રાજીનામું આપ્યું હતું. જોકે તેમનું રાજીનામું સ્વીકારાયું નથી.

શું છે સમગ્ર મામલો ?

રાજ્ય શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો હતો. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી હતી. વિદ્યાર્થિનીઓની તપાસ કરાતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ માંગણી કરી હતી કે તેમની સામે ગેરવર્તણૂંક કરનાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની સંચાલકોએ ધમકી આપી છે. બેજવાબદાર બનેલા સંચાલકોએ ચીમકી આપી છે કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવતી રહેશે. જો કોઈને મંજૂર ન હોય તો કોલેજ કે હોસ્ટેલ છોડીને જતાં રહે. માસિક ધર્મની તપાસથી વિદ્યાર્થિનીઓ નારાજ વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી.

ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિવાદ સામે આવતા ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. બેઠક બાદ સંસ્થામાં આ પ્રકારનું નિંદનીય કૃત્ય થયુ હોવાનું સ્વીકારવામાં આવ્યુ. આ બેઠક બાદ ટ્રસ્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, પ્રિન્સીપાસે ભૂલ સ્વીકારી છે, અને આ મામલે તેમણે માફી પણ માગી હતી. આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રસ્ટીઓએ જવાબદારો સામે પગલા લેવાની ખાતરી આપી હતી. વિદ્યાર્થિનીઓ અને વાલીઓને સાથે રાખીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે
First published: February 22, 2020, 8:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading