Home /News /gujarat /

GPSSB Recruitment 2022: પંચાયત સેવા પસંદગી મંડળની વધુ 355 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

GPSSB Recruitment 2022: પંચાયત સેવા પસંદગી મંડળની વધુ 355 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

GPSSB AEE Recruitment 2022 : પંચાયત સેવા પસંદગી મંડળના આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયરની ભરતી

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેરી (સિવીલ) વર્ગ-3ની ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    GPSSB Recruitment 2022: ગુજરાતમાં સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે વધુ એક ભરતી બહાર પડી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા પંચાયત અંતર્ગત અધિક મદદનીશ ઇજનેર (સિવીલ વર્ગ-3ની ખાલી 355 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ખાલી જગ્યા માટે આજ 4 માર્ચથી ઓજસ (Ojas) પર ઓનલાઇન એપ્લિકેશનની શરૂઆત થઈ છે. (GPSSB Recruitment 2022 Online Application). રસ ધરાવતા ઉમેદવારો અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંકના માધ્યમથી 22મી માર્ચ 2022 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

    GPSSB Recruitment 2022: ખાલી જગ્યા

    આ ભરતી માટેની કુલ 355 જગ્યાઓ પૈકીની અમદાવાદમાં 15, અમરેલીમાં 14, આણંદમાં 15, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 19, ભરૂચમાં 15, ભાવનગરમાં 18, બોટાદમાં 09, છોટાઉદેપુરમાં 10, દાહોદમાં 17, દેવભૂમિ દ્વારકામાં 02, ડાંગમાં 05, ગાંધીનગરમાં 05, ગીર સોમનાથમાં 13, જામનગરમાં 08, જૂનાગઢમાં 05 જગ્યા છે.

    આ ઉપરાંત કચ્છમાં 16, ખેડામાં 18, મહીસાગરમાં 12, મહેસાણામાં 15, મોરબીમાં 08, નર્મદામાં 04, નવસારીમાં 05, પંચમહાલમાં 13, પાટણમાં 08, પોરબંદરમાં 04, રાજકોટમાં 18, સાબરકાંઠામાં 00, સુરતમાં 09, સુરેન્દ્રનગરમાં 16, તાપીમાં 04, વડોદરામાં 08, વલસાડમાં 08 એમ કુલ 355 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.


    GPSSB Recruitment 2022: લાયકાત

    આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો ડિપ્લોમાં સિવિલ એન્જિનિયરીંગ ટેકનિકલ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાઁથી પાસ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર 34 વર્ષ સાથે અનામતના લાભ મુજબ સરકાર દ્વારા આપેલી છૂટછાટ મુજબ હોવી જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા355
    શૈક્ષણિક લાયકાતડિપ્લોમાં સિવિલ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા
    અરજી ફી100 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ22-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    GPSSB Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. પરીક્ષા માટે 90 મિનિટમાં 150 માર્ક્સનું હેતુલક્ષી પેપર ભરવાનું આવશે. આ પરીક્ષામાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 35 માર્ક્સ, ગુજરાતી ભાષા અને ગ્રામરના 20 માર્ક્સ. અંગ્રેજી ભાષા અને ગ્રામરના 20 માર્ક્સ અને વિષયને લગતા કુલ 75 માર્ક્સના સવાલ જવાબ પૂછાશે.

    GPSSB Recruitment 2022:પગાર ધોરણ

    આ નોકરી માટે પસંદ થનારા ઉમેદવારોને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમ મુજબ પાંચ વર્ષ માટે 38090 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. આ પગારનું ધોરણ સરકારી નિયમો મુજબ રહેશે.

    GPSSB Recruitment 2022: અરજી કરવાની રીતે

    ઉમેદવારો આ માટે અરજી કરવા માટે ઓજસ પર જઈને અથવા અહીંયા ટેબલ પર આપેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારો નોટિફિકેશન વાંચી અને અરજી કરે તે હિતાવહ છે.

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    GPSSB Recruitment 2022: અરજી ફી

    આ ભરતી માટે ઓજસ પરથી 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. ફી ચલાન દ્વારા પોસ્ટ ઓફિસમાંથી અથવા તો ઓનલાઇન ભરી શકાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: GPSSB, Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર