ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર
ગુજરાત જાહેર સેવા આયોગ આયોગ દ્વારા આયોજિત પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર

કોરોનાના કેસ વધતાં હવે જીપીએસસી દ્વારા લેવામાં આવનારા જુદા-જુદા સંવર્ગની 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે 10મી એપ્રિલ સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરાયા બાદ કોરોના વધતાં હવે જીપીએસસી દ્વારા લેવામાં આવનારા જુદા-જુદા સંવર્ગની 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

જેમાં પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 અને નાયબ મામલતદાર -સેકશન અધિકારી વર્ગ-3 ની પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી છે. જીપીએસસી દ્વારા નવો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે અને વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે. જેમાં વિધાર્થીઓને નવો કાર્યક્રમ જોઇને પરીક્ષા આપવા માટે જવું તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો - ગુજરાતમાં કોરોનાનો કહેર, ગર્ભવતી મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીના મોત

જીપીએસસી દ્વારા યોજવામાં આવનાર 10 પરીક્ષાઓની તારીખો બદલાઈ છે. જેમાં પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા હવે 18મી એપ્રિલના રોજ યોજાશે. આ ઉપરાંત નાયબલ મામલતદાર- સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષા 9મી મેના રોજ યોજાશે. તેવી જ રીતે સિક્યુરિટી સુપરવાઈઝરની પરીક્ષા 23મી મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષા 6 જૂનના રોજ યોજાશે.

આમ કુલ 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જીપીએસી દ્વારા નવા કોલ લેટર પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:March 31, 2021, 16:04 pm

ટૉપ ન્યૂઝ