ગાંધીનગર : જીપીએસસી દ્વારા યોજાનારી વિવિધ પરીક્ષાને પગલે પરીક્ષા કેન્દ્રો પાસે આવેલા ઝેરોક્સ, કોપીયર મશીન બંધ રાખવા માટે આદેશ કરવામા આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી 21 માર્ચના રોજ લેવાનારી ગુજરાત વહીવટી સેવા વર્ગ 1,
ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની ભરતી સંબધી પરીક્ષાઓને પગલે દાહોદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધક આદેશો જારી કરવામાં આવ્યા છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.જે. દવે દ્વારા એવા પ્રકારનો આદેશ જારી કરવામાં આવ્યો છે કે 21 માર્ચ 2021 ના રોજ લેવાનારી પરીક્ષાઓ જે કેન્દ્ર ઉપર લેવામાં આવનાર છે, તેની આસપાસની 100 મીટર વિસ્તારમાં પરીક્ષાના સમય પૂર્વે અડધી કલાક અને પૂર્ણ થયા બાદના એક કલાક સુધી, એટલે કે સવારના 9.30 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી બિનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહી કે એકત્ર થવું નહીં.
1. પરીક્ષા કેન્દ્રના 10 મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશ કરવો નહીં.
2. પરીક્ષા દરમિયાન કોઇ પણ પ્રકારના વાજિંત્ર વગાડી શકાશે નહીં.
3. બીજા જાહેરનામામાં પરીક્ષા કેન્દ્રો પાસે 100 મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્સ, કોપીયર મશીન 21 માર્ચ, 2021ના રોજ સવારના નવ વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
4. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન વગેરે પ્રત્યાંયનના સાધનો લાવી શકશે નહી.
5. પરીક્ષા કેન્દ્ર આસપાસ સવારના 9.30 થી 6.30 વાગ્યા દરમિયાન માઇક વગાડી શકાશે નહી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર