રાજ્યપાલો હવે નવા 'વાઇસરોય' બની ગયાં છે: પી. ચિદમ્બરમ્

News18 Gujarati
Updated: October 26, 2018, 11:42 AM IST
રાજ્યપાલો હવે નવા 'વાઇસરોય' બની ગયાં છે: પી. ચિદમ્બરમ્
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ

પી. ચિદમ્બરમે જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, હવે રાજ્યપાલો વાઇસરોય બની ગયાં છે.

  • Share this:
સિનીયર કોંગ્રેસ લીડર અને પૂર્વ નાણા અને ગૃહમંત્રી પી.ચિદમ્બરમે જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિક પર પ્રહાર કરતા કહયું કે, હવે રાજ્યપાલો નવા વાઇસરોય બની ગયા છે.

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે થોડા દિવસો પહેલા એવું નિદવેન આપ્યું હતું કે, રાજકીય પક્ષોને ભારત-પાકિસ્તાન વચ્ચેના સબંધો વિશે બોલવાનો કોઇ અધિકાર નથી.

પી. ચિદમ્બરમે આ મુદ્દે અનેક ટ્વીટ કર્યા હતા અને જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલની આકરી ટીકા કરી હતી. જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો નેશનલ કોન્ફરન્સ અને પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની ટીકા કરી હતી. આ બંને પાર્ટી જમ્મુ-કાશ્મીરનો પ્રશ્ન હલ કરવા માટે વારંવાર પાકિસ્તાનનાં ભૂમિકા વિશે વાત કરે છે. આ વાત સત્યપાલ મલિકને ગમી નહી અને એમ કહ્યુ હતું કે, રાજકીય પક્ષોને આ મામલે બોલવાનો અધિકાર નથી.

પી. ચિદમ્બરમે એક ટ્વીટમાં લખ્યું કે, જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલ એમ કહે છે કે, રાજકીય પક્ષોએ ભારત-પાકિસ્તાનનાં સબંધો વિશે વાત કરવાનો અધિકાર નથી. કદાચ એમ લાગે છે કે, સત્યપાલ મલિકને લોકશાહીમાં શ્રદ્ધા નથી”.

સાહેબ, આશા રાખીયે ગુજરાત યુનિવર્સિટી મામલે રાજ્યપાલ પણ હરકતમાં આવે!

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે રાજ્યપાલ સત્યપાલ મલિક પણ કટાક્ષ કરતાં કહ્યું કે, આપણને એવો ખ્યાલ હતો કે, ભારતનાં છેલ્લા વાઇસરોય માઇન્ટબેટન હતા પણ આ વાત ખોટી છે. ભારતનાં રાજયપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરો નવા વાઇસરોય છે”આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સોંપાયો

 
First published: October 26, 2018, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading