સરકારે આપી લોકોને સલાહ: કોરોના વાયરસના વેરિએન્ટની અફવાઓ પર ન આપો ધ્યાન, અપનાવો ABCD

ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ટ્વિટ પર રહેલા તેમના કોવિડ હેન્ડલ દ્વારા આ બાબતે ટ્વિટ કરવામાં આવ્યું છે. તેમાં મંત્રાલયે લોકોને કહ્યું છે કે, કોરોના વાયરસના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિએન્ટ સંબંધિત કોઇ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો.

  • Share this:
દેશ અને દુનિયામાં હજુ પણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. હવે કોરાનાના સામે આવી રહેલા નવા વેરિએન્ટ્સ સરકાર અને લોકોની ચિંતા વધારી રહ્યા છે. આ દરમિયાન લોકોમાં ઘણા ભ્રમ અને અફવાઓ ફેલાવાનું શરૂ થયું છે. પરંતુ સરકારની લોકોને અપીલ છે કે આવા કપરા સમયમાં કોઇ પણ પ્રકારની અફવાને સત્ય માનીને ન ચાલવું અથવા તો આવી અફવાઓ ન ફેલાવવી. કેન્દ્ર સરકારે કહ્યું કે, કોરોના વાયરસના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિએન્ટને લઇને અફવાઓ પર લોકો ધ્યાન ન આપે. સરકારનું કહેવું છે કે લોકો કોરોના વાયરસ સામે માન્ય પ્રોટોકોલ્સ પર ધ્યાન આપે અને તેનું જ અનુકરણ કરે.

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ટ્વિટ પર રહેલા તેમના કોવિડ હેન્ડલ દ્વારા આ બાબતે ટ્વિટ કરવામાં આવ્યું છે. તેમાં મંત્રાલયે લોકોને કહ્યું છે કે, કોરોના વાયરસના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિએન્ટ સંબંધિત કોઇ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. પરંતુ એબીસીડી નિયમને કોરોના વાયરસ મહામારી સામે અપનાવો.

મંત્રાલયે એબીસીડીની વ્યાખ્યા પણ આપી છે. જે અનુસાર Aનો અર્થ છે – એડવાઇસ અથવા સલાહ, Bનો અર્થ છે – બીલિવ અથવા વિશ્વાસ, Cનો અર્થ છે – ક્રોસ ચેક અથવા કોઇ પણ સૂચનને બીજી વખત તપાસો, Dનો અર્થ છે ડૂ નોટ પ્રમોટ ફિયર એટલે કે ડર ન ફેલાવો.

આ સાથે જ મંત્રાલયે અમુક સલાહો સાથે એક ગ્રાફિક્સ પણ શેર કરી છે. તેના લોકોને કોરોના મહામારી દરમિયાન ઘણી મદદ મળી શકે છે. આ પહેલા 27 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકોને કોરોના વાયરસ સંબંધિત કોઇ પણ પ્રકારની અફવા કે ભ્રમથી દૂર રહેવાની અપીલ કરી ચૂક્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સાવધાન કર્યા હતા કે તેઓ તે સમજવાની ભૂલ ન કરે કે કોરોના વાયરસ મહામારી સમાપ્ત થઇ ગઇ છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. તેથી તેનાથી બચવા માટે કોરોના વાયરસ સંબંધિત અપાયેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરવું અને રસી લેવી તે જ ઉપાય છે. પીએમ મોદીએ લોકોને ભ્રમમાં ન પડવાની અને અફવાઓ ન ફેલાવવાની પણ લોકોને અપીલ કરી હતી.
Published by:kuldipsinh barot
First published: