સરકારની જાહેરાત,મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી ટેકાના ભાવે ખરીદાશે

ગુજરાત સરકારના પુરવઠા મંત્રી રાદડિયાની જાહેરાત (Minster Jayesh Radadiya), 16મી ઑક્ટોબરથી-31મી ડિસેમ્બર સુધી થશે ખરીદીની પ્રક્રિયા

News18 Gujarati
Updated: October 4, 2019, 8:04 AM IST
સરકારની જાહેરાત,મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી ટેકાના ભાવે ખરીદાશે
પુરવઠા મંત્રી રાદડિયાની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: October 4, 2019, 8:04 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા ખેડૂતો (Farmers)પાસેથી ટેકાના ભાવે (MSP) મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સરકારે વધુ ત્રણ પાકની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. સરકારના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ (Minster Jayesh Radadiya) જાહેરાત કરી હતી કે સરકાર ચાલુ સિઝનમાં ડાંગર (paddy) મકાઈ (corn) બાજરીની (Bajari) ટેકાના ભાવે ખરીદી કરશે. સરકાર 31 ઑક્ટોબર સુધી આ ત્રણ પાકની ખરીદી કરશે. સરકાર ડાંગર મકાઈ, બાજરીની ખરીદી પ્રક્રિયા 16મી ઑક્ટોબરથી શરૂ કરશે.

કૅબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે 'સરકારે ખેડૂતો પાસેથી ડાંગર, મકાઈ અને બાજરી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યુ છે. સરકાર ડાંગરની ખરીદી પ્રતિ ક્વિન્ટલ 1,835 રૂપિયે કરશે. જ્યારે 1,760 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મકાઈની ખરીદી કરાશે. સરકાર 2,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે બાજરીની ખરીદી કરશે. આ ખરીદી 16 ઑક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખરીદી પ્રક્રિયા થશે.

પુરવઠા મંત્રી રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર 61 કેન્દ્રો પર મકાઈની ખરીદી કરશે, જ્યારે બાજરીની ખરીદી 57 કેન્દ્રો પર કરાશે. ડાંગરની ખરીદી સરકાર દ્વારા માન્ય 92 કેન્દ્રો પર કરવામાં આવશે.

આ પણ વાંચો :  MSME એકમોની સ્થાપના-સંચાલન માટે જરૂરી મંજૂરીઓ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુકિત

મગફળી રજિસ્ટ્રેશનનો ચોથો દિવસ, ખેડૂતોમાં રોષ

ચાર દિવસથી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. ખેડૂતો લાંબી લાઇનોમાં રોજ ઉભા રહે છે પરંતુ ટોકન ન મળતાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ દિવસે રાજકોટ જિલ્લામાં જ 7500થી વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.
Loading...

જાણો સરકારનો એક્શન પ્લાન

આ સાથે વિસ્તરણ અધિકારીએ દરેક ગામનાં 25 ટકા દસ્તાવેજી કાગળિયાની તપાસ કરવાની રહેશે. વિકાસ અધિકારી અને મામલતદાર 10% ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. જો આ ચકાસણીમાં કોઇ ગેરરીતિ જણાશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારે ગોઠવી ફ્લાઇંગ સ્કવોડ વ્યવસ્થા જીલ્લા પુરવઠા અધિકારી પુરવઠા ઈન્સટ્રક્ટર સહિતનાં જીલ્લા કક્ષાનાં અધિકારીની ટીમ નાગરિક પુરવઠા નિગમ પણ ક્રોસ ડીસ્ટ્રીક્ટ ટીમ બનાવશે. આ ટીમ કોઈપણ જગ્યાએ કોઇ પણ ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. શંકા જતા મગફળીનો પાકનું વાવેતર થયું છે તે સ્થળની પણ તપાસ કરશે. આગામી સોમવારથી ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવશે. 1 નવેમ્બર સુધીમાં આ દસ્તાવેજની ખરાઇ પૂર્ણ કરવામાં આવશે.
First published: October 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...