સાત મીનિટના કાર્યક્રમમાં સરકારે ફૂંકી દીધા જનતાના 42 લાખ રૂપિયા, કેજરીવાલ પર 1.85 લાખ ખર્ચ

News18 Gujarati
Updated: August 9, 2018, 8:34 PM IST
સાત મીનિટના કાર્યક્રમમાં સરકારે ફૂંકી દીધા જનતાના 42 લાખ રૂપિયા, કેજરીવાલ પર 1.85 લાખ ખર્ચ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડૂ ઉપર 8.7 લાખ રૂપિયા ખર્ચ કર્યા

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડૂ ઉપર 8.7 લાખ રૂપિયા ખર્ચ કર્યા

  • Share this:
જનતા દળ (એસ) દ્વારા આમંત્રિત કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં સામેલ નેતાઓએ કુમાર સ્વાથીથી વધારે ઉજવણી કરી. સાત મીનિટના આ કાર્યક્રમમાં સરકારે જનતાના 42 લાખ રૂપિયા ફુંકી માર્યા. દિલ્હીના મુખ્ય અરવિંદ કેજરીવાલ ઉપર 1.85 લાખ રૂપિયા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડૂ ઉપર 8.7 લાખ રૂપિયા ખર્ચ કર્યા. આ ખુલાસો એક આરટીઆઈના માધ્યમથી થયો છે. મુંબઈ મિરરની રિપોર્ટ અનુસાર, ચંદ્રબાબુ નાયડૂએ 23 મેના સવારે 9 વાગીને 49 મીનિટમાં હોટલ વેસ્ટ ઈંડમાં ચેક ઈન કર્યું હતું અને બીજા દિવસે 24 મેના દિવસે એટલે કે 24 મેના સવારે 5 વાગીને 34 મીનિટ પર ત્યાંથી નિકળી ગયા હતા. આ દરમિયાન તેમના પર 8,72,485 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.

અરવિંદ કેજરીવાલે પણ આ હોટલમાં જ 23 મેના રોજ સવારે 9 વાગે 49 મીનિટે ચેક ઈન કર્યું અને બીજા દિવસે સવારે 5 વાગીને 34 મીનિટે ત્યાંથી નિકળી ગયા. 71,025 રૂપિયા બિલ આવ્યો અને બેવરેજ માટે 5 હજાર રૂપિયા અલગથી. સાત મીનિટના આ શપથ ગ્રહણ સમારોહ માટે કર્ણાટક સરકારના 42 લાખ રૂપિયા ખર્ચ થયા.

જાણકારી અનુસાર, વર્ષ 2013માં સિદ્ધારમૈયા સરકાર અને વર્ષ 2018માં બીએસ યેદિયુરપ્પાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કર્ણાટક સરકારના રાજ્ય મહેમાન સંગઠને મહેમાનોને આવાસ આપવા માટે એકપણ રૂપિયો ખર્ચ કર્યો નહતો. જ્યારે એચડી કુમાર સ્વામીના શપથગ્રહણ સમારોહમાં 23 અને 24 મેના બે દિવસ ફાઈવ સ્ટાર હોટલ તાજ વેસ્ટ ઈન્ડ અને સંગ્રીલામાં રહેવા અને ભોજન પર 37,53,536 ખર્ચ કરવામાં આવ્યા. તે ઉપરાંત 23 મેના દિવસે મુખ્યમંત્રીઓ સિવાય 42 ટોપ નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. આમાં નાયડૂ પર સૌથી વધારે ખર્ચ થયો. જ્યારે ફિલ્મ સ્ટાર અને નેતા કમલ હસન પર તાજ વેસ્ટ ઈન્ડ હોટલમાં રોકાયા તેનું બિલ 1,02,040 રૂપિયા આવ્યો.
First published: August 9, 2018, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading