રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત વિધાનસભા બજેટ સેશન દરમિયાન વિપક્ષી ધારાસભ્યો દ્વારા રાજયની પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની મંજૂરી અંગે સરકારને આકરા સવાલો પૂછ્યા

  • Share this:
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા બજેટ સેશન દરમિયાન વિપક્ષી ધારાસભ્યો દ્વારા રાજયની પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની મંજૂરી અંગે સરકારને આકરા સવાલો પૂછ્યા હતા. રાજ્યની શાળાઓની સાચી સ્થિતિ ગૃહ સમક્ષ થઈ રજૂ છે.

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી. 2 વર્ષમાં રાજ્યમાં 446 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 20 સરકારી શાળાઓને મંજૂરી મળી છે. સૌથી વધુ અમદાવાદમાં 1728, રાજકોટમાં 1035 ખાનગી શાળાઓને મંજૂરી મળી છે.રાજ્યની કેટલીક પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારના ગામેગામ, ઘરે ઘર વીજળીના દાવા વચ્ચે ખુદ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્યની 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. સરકારને વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ખુલાસો કર્યો કે મોરબીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 7, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરની 2 પ્રાથમિક શાળાઓમાં વીજળી નથી. રાજ્યની 5,353 સરકારી જ્યારે 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની પણ સુવિધા નથી.

આ પણ વાંચો - અમદાવાદના આ વિસ્તારમાં દીપડા જેવું પ્રાણી જોવા મળતા ડરનો માહોલ, પ્રાણી સીસીટીવીમાં દેખાયું

રાજ્યમાં કુલ 1326 સરકારી, 5181 ગ્રાન્ટેડ ,5138 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 187 સરકારી અને 147 ખાનગી શાળાઓને મંજૂરી અપવામાં આવી છે. માત્ર બે જ ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી અપાઇ છે. ડાંગ જિલ્લામાં એક અને મોરબી જિલ્લામાં એક ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપવામાં આવી છે.

પાટણ તાલુકાની 16 ખાનગી પ્રાથમિક શાળામાં 57 લાયકાત વિનાના શિક્ષકો છે. 57 શિક્ષકો પૈકી 15 શિક્ષકોને શાળામાંથી દુર કરાયા. 15 શિક્ષકો સિવાયના શિક્ષકો સામે કોવિડ-19ની સ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી નથી.

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાઓની ઘટ છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા જવાબ પર વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. સૌથી વધુ ઘટ બનાસકાંઠા જિલ્લામાં 1555 ઓરડા તો દાહોદમાં 1477 જ્યારે પંચમહાલમાં 1194 ઓરડાઓ ની ઘટ છે. રાજ્યના શિક્ષણ વિભાગે 2019-20માં માત્ર 994 ઓરડાઓ બનાવ્યા છે.
Published by:Ashish Goyal
First published:March 05, 2021, 16:32 pm