રાજ્ય સરકારની જાહેરાત : કોવિડ-19નું કામ કરતા સરકારી કર્મીનું કોરોનાથી મોત થાય તો રૂ. 25 લાખની સહાય


Updated: April 7, 2020, 5:36 PM IST
રાજ્ય સરકારની જાહેરાત : કોવિડ-19નું કામ કરતા સરકારી કર્મીનું કોરોનાથી મોત થાય તો રૂ. 25 લાખની સહાય
કોવિડ 19માં કામગીરી કરતા સરકારના કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થાય તો તેના પરિવારને રૂ. 25 લાખની સહાય

કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં પોતાના આરોગ્ય જોખમમાં મુકીને ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સરકારે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો

  • Share this:
ગાંધીનગર : કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં પોતાના આરોગ્ય જોખમમાં મુકીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સરકારે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકારનો કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કૉવિડ-19 ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ આ અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓ માટે અને ત્યાર બાદ નગરપાલિકા, મહાનગરપાલિકાના સફાઈ અને આરોગ્ય કર્મીઓ, રેવન્યુ મહેસૂલી કર્મચારીઓ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોને કોરોના વાયરસ સંદર્ભની ફરજ સેવા દરમ્યાન kovid 19 થી મૃત્યુના કિસ્સામાં આવી 25 લાખની સહાય આપવાની જાહેરાત કરેલી છે. હવે, તેમણે રાજ્ય સરકારની સેવાના કરાર આધારિત, ફિકસ પગારના કર્મીઓ સહિત કોઈપણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની ફરજ કામગીરી દરમ્યાન કોરોનાની અસરથી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - Coronavirusથી લડવા માટે ભારત બનાવશે ક્લિનિકલ રિસર્સ નેટવર્ક, આવો છે આખો પ્લાન

મુખ્યમંત્રીએ વર્તમાન કોરોના અને લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોની પડખે ઊભા રહેવાની સંવેદના પણ દર્શાવી છે. અશ્વિનીકુમારે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના બેન્ક એકાઉન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે પ્રત્યેક ખેડૂત ખાતેદારને 2000ની સહાય પેટે કુલ રૂ. 800 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમા કરાવી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદારને વર્ષ દરમ્યાન 3 હપ્તામાં કુલ 6000 રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે . પ્રવર્તમાન કોરોના અને લોકડાઉનની સ્થિતીમાં દેશભરના 4.91 કરોડ ખેડૂત ખાતેદારોને રાહત આપતા 2000 રૂપિયાના પ્રથમ હપ્તા પેટે કુલ રૂ. 62 હજાર કરોડની સહાય રકમ આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીના સચિવે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિના 14માં દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની ઉપલબ્ધિ અને વિતરણની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં મંગળવારે 198.80 લાખ લીટર દૂધની આવક થઇ છે. આમાં નાના-પશુપાલકો દૂધ ઉત્પાદકો જેઓ કોઇ દૂધ મંડળીના સભ્ય નથી તેમની 6.25 લાખ લીટર દૂધની આવકનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. મંગળવારે રાજ્યમાં 46.44 લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. શાકભાજી અને ફળફળાદિની આવક અંગેની વિગતોમાં અશ્વિનીકુમારે કહ્યું કે, મંગળવારે 1 લાખ 14 હજાર 166 કવીન્ટલ શાકભાજી અને 20806 કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે. આ શાકભાજીમાં 25152 કવીન્ટલ બટાકા, 19968 કવીન્ટલ ડુંગળી, 11215 કવીન્ટલ ટામેટા અને 57829 કવીન્ટલ લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. રાજ્યમાં સફરજનની 1157 કવીન્ટલ, 1466 કવીન્ટલ કેળાંની અને 18182 કવીન્ટલ અન્ય ફળોની આવક રહી છે.
First published: April 7, 2020, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading