રાજ્યમાં એક તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, નેતાઓ પક્ષ પલટામાં તો ટોચના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ ચૂંટણીની તારોખી જાહેર થશે. આ તારીખો જાહેર થયા બાદ જાહેરનામું પણ બહાર પડાશે. જો કે આ પહેલા રાજ્યના કેટલાક સરકારી કર્મચારીઓ પોતાની માગ પૂરી કરવા માટે હડતાળનું શસ્ત્ર અપનાવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના પંચાયત આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી તેઓની પડતર માગણીઓ ન સંતોષાતા નારાજ થયા છે, અને હવે તેઓએ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. આ કર્મચારીઓ શુક્રવારથી અનિશ્ચિતકાળ સુધી હડતાળ પર રહેશે. આ હડતાળ અંગતર્ગત અંદાજે 35000 પંચાયત આરોગ્ય કર્મચારીઓ કામથી અળગા રહેશે અને પોતાનો વિરોધ દર્શાવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પંચાયત આરોગ્ય કર્મચારીઓ પોતાના ગ્રેડ પેમાં વધારો, કામના કલાકો જેવી વિવિધ માગણીઓને લઇ નારાજ છે.
એક તરફ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ નારાજ છે તો બીજી બાજુ સરકારી પ્રાથમિક શિક્ષકોએ પણ સરકાર વિરુદ્ધ બાયો ચડાવી છે. આ શિક્ષકોએ શુક્રવારે એક દિવસના ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં રાજ્યભરમાંથી બે હજારથી વધુ શિક્ષકો ગાંધીનગર ભેગા થશે અને ધરણા કરશે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર