Home /News /gujarat /

25 ઑગષ્ટના 'હાર્દિક આમરણાંત" : સરકારનો સત્તાવાર નનૈયો !

25 ઑગષ્ટના 'હાર્દિક આમરણાંત" : સરકારનો સત્તાવાર નનૈયો !

પોલીસ સાથેની ચર્ચા અને અભિપ્રાય બાદ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ સાથેની ચર્ચા અને અભિપ્રાય બાદ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    ન્યૂઝ 18 ગુજરાતી :

    છેલ્લા કેટલાય સમયથી જે વાતની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેનો સત્તાવાર નિર્ણય આખરે આવી ગયો. હાર્દિક પટેલના 25 ઓગસ્ટના આમરણાંત ઉપવાસ માટે ગાંધીનગર કલેક્ટરે સત્યાગ્રહ છાવણીમાં કાયદો-વ્યવસ્થાને ધ્યાને રાખતા મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.

    ગાંધીનગર કલેક્ટર એસ.કે.લાંગાએ સ્પષ્ટ કર્યું હતું કે, હાર્દિકને ઉક્ત સ્થળે આમરણાંત ઉપવાસની મંજૂરી આપી શકાય નહિ. પોલીસ સાથેની ચર્ચા અને અભિપ્રાય બાદ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    આ પૂર્વે હાર્દિક પટેલે અમદાવાદના નિકોલ ખાતે 25મીએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. જો કે આ જગ્યાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર પાર્કિંગ પ્લોટની યાદીમાં મૂકી દેતા હાર્દિકે સ્થળ બદલવાની ફરજ પડી હતી. ત્યાર બાદ તેણે તેના ઘરેથી અને આખરે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતેથી ઉપવાસ કરવાની મંજૂરી માંગી હતી, જેને પણ સરકારે ફગાવી દીધી છે.

    આ નિર્ણય બાદ હવે હાર્દિક પટેલ કઈ રણનીતિ અખત્યાર કરે છે તે જોવું રહ્યું। હવે તેના નિર્ધારિત ઉપવાસના આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે આજની રાત સરકાર અને આંદોલનકારી બંને માટે કયામતની રાત બની રહેશે
    Published by:sanjay kachot
    First published:

    Tags: Agitation, Collector, Permission, ગાંધીનગર, હાર્દિક પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन