સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો

સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો 1 એપ્રિલ, 2021 થી આપવામાં આવશે, આ નિર્ણયથી રાજ્ય સરકારને વાર્ષિક 100 કરોડ રૂપિયાનું આર્થિક ભારણ થશે

  • Share this:
ગાંધીનગર : કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે દર્દીઓની સેવા–સુશ્રુષામાં જોડાયેલા રાજ્યના રેસિડેન્ટ તબીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે હોસ્પિટલથી જ રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જેનો લાાભ સરકારી કોલેજોના 5767 તથા જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના 634 રેસિડેન્ટ તબીબો મળી કુલ-6401 રેસિડેન્ટ તબીબોને લાભ મળશે.સરકારી કોલેજોના મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને ફિઝીયોથેરાપીના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન, અનુ સ્નાતક અભ્યાસક્રમના ડીગ્રી, ડિપ્લોમા તેમજ સુપર સ્પેશ્યાલિટીના રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો થશે.



દર ત્રણ વર્ષે રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે છે તે પ્રમાણે સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે નાયબ મુખ્યમંત્રીએ ચર્ચા કરી રાજ્યના હજારો કોરોનાના દર્દીઓની સારવારમાં વધુ કાળજી લેવાય તે માટે હકારાત્મક વિચારણાને કરી સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના રેસ્ડેન્ટ તબીબોના હાલના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરી સ્ટાઇપેન્ડ વધારવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો - અમદાવાદ : વેક્સિન કેમ જરૂરી છે? કોરોનાગ્રસ્ત થયેલ તબીબે સમજાવી આખી વાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય થકી રાજ્ય સરકારની કોલેજોના મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને ફિઝીયોથેરાપીના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન, અનુ સ્નાતક અભ્યાસક્રમના ડીગ્રી, ડિપ્લોમા તેમજ સુપર સ્પેશ્યાલિટીના તથા જી.એમ.ઇ.આર.એસ. ના રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો થશે. રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારો કરવાના આ નિર્ણયથી રાજ્ય સરકારને વાર્ષિક 100 કરોડ રૂપિયાનું આર્થિક ભારણ થશે.

નીતિન પટેલે વધુમાં ઉમેર્યુ કે, આ નિર્ણયથી સરકારી કોલેજોના 5767 તથા જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના 634 રેસિડેન્ટ તબીબો મળી કુલ-6401 રેસિડેન્ટ તબીબોને હાલના મળતા સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો 1 એપ્રિલ, 2021 થી આપવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:April 30, 2021, 22:34 pm

ટૉપ ન્યૂઝ