Home /News /gujarat /

Gmail લાવ્યું ખાસ ફીચર: હવે ગૂગલ ચેટમાંથી જ કરી શકશો Video અને Audio કૉલ

Gmail લાવ્યું ખાસ ફીચર: હવે ગૂગલ ચેટમાંથી જ કરી શકશો Video અને Audio કૉલ

જીમેલનું નવં ફીચર (પ્રતીકાત્મક તસવીર)

Gmail new feature: નવું ફીચર Android અને iOS બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. જોકે, આ માટે કૉલર અને રિસીવર બંને પાસે જીમેલનું નવું વર્ઝન (Gmail new verstion) હોવું જરૂરી છે.

    મુંબઈ: ગૂગલ (Google) પોતાના યૂઝર્સને સારી સેવા આપવા માટે સતત પોતાના ફીચર્સમાં ફેરફાર કરતું રહે છે. કંપનીએ હવે ફરી એક વખત ફેરફારની જાહેરાત કરી છે. હકીકતમાં ગૂગલ એક એવું ફીચર લાવ્યું છે જેમાં યૂઝર્સ ગૂગલ ચેટ (Google Chat)માં જ સામેની વ્યક્તિ સાથે ઓડિયો અને વીડિયો કૉલ કરી શકશે. અમેરિકન જાયન્ટ કંપનીએ એક બ્લોગમાં આ અંગેની જાણકારી આપી છે. સારી વાત એ છે કે આ નવું ફીચર Android અને iOS બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. જોકે, આ માટે કૉલર અને રિસીવર બંને પાસે જીમેલનું નવું વર્ઝન (Gmail new verstion) હોવું જરૂરી છે.

    મિસ્ડ કૉલની પણ વિગત મળશે

    આ ફીચરની ખાસ વાત એ છે કે નવી સુવિધાથી તમે ચેટમાં વીડિયો કે ઓડિયો કૉલ તો કરી જ શકશો, પરંતુ જીમેલમાં તમને મિસ્ડ કૉલ અને ઑનગોઇંગ કૉલની વિગત પણ મળશે.

    ગૂગલ તરફથી આ નવા ફીચરની જાહેરાત સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. આ નવું ફીચર નવા વર્ઝન સાથે યૂઝર્સ સુધી પહોંચી રહ્યું છે. કૉલિંગ ફીચર માટે હવે તમને ગૂગલ ચેટમાં ઉપરની બાજુ વીડિયો અને ફોનનું આઇકન પણ દેખાવાનું શરૂ થશે.

    કેવી રીતે ઓડિયો કે વીડિયો કૉલ કરી શકાશે?

    ગૂગલના નવા ફીચરમાં તમારે સામેના યૂઝરને ઓડિયો કે વીડિયો કૉલ કરવા માટે ઉપર દર્શાવેલા આઈકન પર ટેપ કરવાનું રહેશે. જે ફોન ચાલુ હોય તેની માહિતી જીમેલ તમને બ્લૂ બેનર સાથે બતાવશે, જે સ્ક્રીનના સૌથી ઉપરના ભાગમાં હશે. જેમાં વ્યક્તિનું નામ અને કેટલા સમયથી કૉલ ચાલી રહ્યો છે તેની માહિતી હશે. જેમાં મિસ્ડ કૉલની ખાસ સુવિધા આપવામાં આવી છે. મિસ્ડ કૉલ વિશે લાલ રંગનું ફોન કે વીડિયો આઈકન બનશે. જેનાથી માલુમ પડશે કે કૉલ છૂટી ગયો છે.

    કોને કોને મળશે આ ફીચર?

    ગૂગલનું આ નવું ફીચર વ્યક્તિગત ગૂગલ એકાઉન્ટ ધરાવતા તમામ યૂઝર્સ, ગૂગલ વર્કસ્પેસ, જીસ્યૂટ બેઝિક અને બિઝનેસ કસ્ટમર્સને મળશે. અહીં એક વાત યાદ રાખો કે કૉલિંગ કરવા અને રિસીવ કરવા માટે બંને યૂઝર્સ પાસે નવું વર્ઝન હોય તે જરૂરી છે.

    આ પણ વાંચો: Google Chromeનું નવું ફીચર જોયું કે નહીં? તમારા અનેક કામ બનશે સરળ

    આ વાતનું રાખવું પડશે ધ્યાન

    તમે ગૂગલ ચેટ પર ‘Join a call’ સિલેક્ટ કરી શકો છો. ક્લિક કરતા તમે સીધા જીમેલ એપ પર પહોંચી જશો અને ત્યાંથી કૉલ કરી શકશો. જો તમારે ડિવાઈસમાં જીમેલ એપ નહીં હોય તો તમે પ્લે સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ તરફથી કહેવામાં આવ્યું છે કે એક વખતે આ સેવા ઉપલબ્ધ બન્યા બાદ તેની જાણકારી આપવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gadgets, Gmail, ગૂગલ, ટેકનોલોજી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन