Home /News /gujarat /

માત્ર 500 રુપિયામાં લોન્ચ થયો 4G ફોન, જિયો ફોનને આપશે ટક્કર

માત્ર 500 રુપિયામાં લોન્ચ થયો 4G ફોન, જિયો ફોનને આપશે ટક્કર

આ ફોનમાં કેમેરા સાથે ગૂગલ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ મળશે.

આ ફોનમાં કેમેરા સાથે ગૂગલ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ મળશે.

    ફિચર ફોનની વધતી માંગને ધ્યાનમાં રાખીને, ટેક જાયન્ટ, ગૂગલે તેનો 4જી ફિચર ફોન WizPhone WP006 ને લોન્ચ કર્યો છે. જે KaiOS પર ચાલે છે. આ ફોનની કિંમત માત્ર 500 રૂપિયા છે. આ ઉપરાંત, તેમા ગૂગલ આસિસ્ટન્ટ માટે એક સમર્પિત બટન આપવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આ ફોનના ખાસ સુવિધાઓ વિશે..

    WizPhone WP006 ના ફિચર અને વિશિષ્ટતાઓ

    ફોનના ફિચર વિશે વાત કરીએ તો, તેમાં 2.4 ઇંચની QWVGA ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું પિક્સલ રિઝોલ્યુશન 240x320 છે. કેમેરાની વાત કરીએ તો આમાં 2 મગેપિક્સેલ રિયર કેમેરો અને ફ્રન્ટમાં VGA કેમેરો આપવામાં આવ્યો છે. હાલ તો આ ફોનને ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તેની કિંમત IDR 99,000 (લગભગ 500 રુ.) જેટલી છે.

    આ ફોનમાં સિંગલ SIM સપોર્ટ છે અને તે 1.2 ગીગાહર્ટઝ સ્પ્રેડટ્રમ SPRD 9820A/QC8905 ડ્યુઅલ કોર પ્રોસેસર સાથે સજ્જ છે. ગ્રાફિક્સ માટે, માલી -400 જી.પી.યુ. ઇન્ટિગ્રેટેડ છે. આ ઉપરાંત, 512 એમબી રેમ અને 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. જે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. તેમાં પાવર આપવા માટે 1,800 એમએએચ બેટરી છે.

    આ પણ વાચો:  આ કંપની લાવી રહી છે એવો ખાસ સ્માર્ટફોન, જેમા હશે બે ડિસ્પ્લે

    ફોનમાં ગૂગલ આસિટન્ટની વાત કરીએ, તો તેને ઇન્ડોનેશિયાની ભાષામાં એકસેસ કરી શકાય છે અને તમે કમાન્ડ આપીને કોલ કરી શકો છો, મ્યૂઝિક વગાડી શકો છો અને મેસેજ મોકલી શકો છો. હાલ તો આ ફોન ભારતમાં ઉપલબ્ધ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile phone, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन