ગુજરાત પ્રથમ રાજ્ય, GSTનો અભ્યાસક્રમ ધોરણ 11-12 કોમર્સમાં ભણાવાશે

પ્રતિકાત્મક તસવીર

જીએસટીની પ્રક્રિયાને સરળતાથી સમજાવવા માટે રાજ્ય સરકારે ધોરણ 11 અને 12 કોમર્સ ફેકલ્ટીમાં જીએસટીનો અભ્યાસક્રમ ઉમેરવાનો નિર્ણય લેવાયો

  • Share this:
    ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેસ્ક એટલે જે GST લાગુ થયા બાદ લોકો અને ખાસ કરીને વેપારીઓ આજે પણ ફરિયાદો કરી રહ્યાં છે કે તેઓને જીએસટી મગજમાં બેસતુ નથી, ત્યારે જીએસટીની પ્રક્રિયાને સરળતાથી સમજાવવા માટે રાજ્ય સરકારે ધોરણ 11 અને 12 કોમર્સ ફેકલ્ટીમાં જીએસટીનો અભ્યાસક્રમ ઉમેરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ વર્ષ 2019થી થશે. ઉલ્લેખનીય છે કે જીએસટીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

    ગુજરાત શિક્ષણ વિભાગે જાહેરાત કરી કે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTને અભ્યાક્રમમાં જોડવામાં આવ્યું છે. હવે વર્ષ 2019થી ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે. આ પહેલા જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે 9 જેટલા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગના અધિકારીઓ પાસેથી અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

    જીએસટીના જટીલ અભ્યાસક્રમનો થિયરી તરીકે ધોરણ 11 અને 12 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. જીએસટી વિષયને લઇ એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળ મહેનત કરી રહ્યું હતું. તેમજ નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાળતાં અધિકારીઓનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તરીકે લાવવાની વિચારણા ચાલી રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published: