Good News : કોરોના વાયરસની રસીનું ઉંદર પર સફળ પરીક્ષણ


Updated: April 7, 2020, 3:36 PM IST
Good News : કોરોના વાયરસની રસીનું ઉંદર પર સફળ પરીક્ષણ
પ્રતિકાત્મક તસવીર

શીતળાની રસીને ચામડી પર મૂકવા માટે જે અસલ મેથડ હતી એ જ મેથડનો ઉપયોગ અત્યારે પણ આ રસી શોધવા માટે કર્યો છે

  • Share this:
કોરોના સંક્રમણથી બચવા અત્યારે ખાલી એક જ ઉપાય છે, પોતાની જાતને બધાથી અલગ રાખવો, જેથી કરીને તમારો બીજાને અને બીજાનો તમને ચેપ લાગે નહીં. બધે જ જ્યારે કોરોનાનો હાહાકાર છે ત્યારે ઘરમાં lockdownથી કંટાળી ગયેલી પ્રજા પણ કોઈ સારા સમાચાર માટે જંખે છે. News ચેનલ પર પણ સંક્રમિત નો આંકડો અને મૃત્યુ પામેલાનો આંકડો જ ખો ખો રમ્યા કરે છે.

આવા સમયે university of Pittsburgh તરફ થી એક સારા સમાચાર આવ્યા છે. university of Pittsburgh ના school of medicine માં કોરોના ની રસી પર શંશોધનો ચાલી રહ્યા છે, એવા માં એપ્રિલ 2, 2020 ના રોજ ઈ-બાયોમેડિસિન માં the lancet દ્વારા એક પેપર પબ્લિશ કરવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું છે કે રસીના પ્રારંભિક તબક્કા ના પરિણામો ઘણા જ આશા સ્પદ છે. SARS-CoV-2 વાઇરસ જે covid-19 બીમારી માટે જવાબદાર છે એની માટે ની રસી બનાવી છે જેનું ઉંદર પર પરીક્ષણ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે, આ રસી વાઇરસની વિરુદ્ધહ પ્રતિકારક શક્તિ વિકસાવી રહી છે જેથી વાઇરસ ની શક્તિ ઓછી થઈ જાય છે. સંશોધકો ઘણા સમયથી આ રસી પર કામ કરી રહ્યા હતા અને છેવટે તેમણે પેહલા તબક્કે આંશિક પરિણામો પણ મેળવ્યા છે. આ પેહલા 2003 ના SARS-CoV અને 2014 ના MERS-CoV ના તેમના અનુભવો પર થી SARS_CoV-2 પર કામ કર્યું હતું, એમને જાણવા મળ્યું કે, એક ખાસ પ્રોટીન (SPIKE પ્રોટીન) વાઇરસની સામે પ્રતિકારક શક્તિ માટે ખાશ જરૂરી છે.

આટલા માટે જ રસીના શંશોધનો પર ફંડ આપવું જરૂરી છે, હવે પછીનો વાઇરસ હુમલો ક્યારે અને ક્યાથી આવે કઈ કહી શકાય નહીં. આટલી જલ્દીથી રસી ના સંશોધનો પર તેમના કામ અને પરિણામોનું કારણ છે અલગ અલગ વૈવિધ્ય સાભાર ક્ષેત્રે કામ કરી રહેલ નિષ્ણાત વૈજ્ઞાનિક અને તેમનો કોમન ધ્યેય. વેકસીનને pittCoVacc નામ આપવામાં આવ્યું છે જેમાં લેબમાં જ બનાવેલ પ્રોટીનનો રોગપ્રતિકારકતાં વધારવા ઉપયોગ કરવામાં આવે છે.

ખાસ જાણવા જેવુ છે કે, આ રસી લેવા માટે ઈંજેકસન નહીં લેવું પડે, વેજ્ઞાનિકો એ બેન્ડ એડ જેવુ પેચ બનવ્યું છે જેમાં 400 જેટલી બહુ જ નાની નાની નીડલ હોય છે અને તે સુગરની બનેલી હોય છે એટલે કે પેચ લગાવતા જ નીડલની સૂગર ચામડીમાં ઓગડી જવા માંડે છે અને ત્યાં જ રોગ પ્રતિકાર શકતી ખૂબ જ મજબૂત હોય છે.

શીતળાની રસીને ચામડી પર મૂકવા માટે જે અસલ મેથડ હતી એ જ મેથડનો ઉપયોગ અત્યારે પણ આ રસી શોધવા માટે કર્યો છે. આ અત્યારની હાઈટેક રસી હોવાથી વધારે કારગત અને દર્દીઑમાં સારા પરિણામો મળવાની આશા છે, ઉપરાંત આ દર્દ મુક્ત પ્રક્રિયા રેશે જેમાં ઈંજેક્સસન જેવી પ્રક્રિયા નહીં હોય ખાલી વેલ્ક્રો જેવી ફીલિંગ આવસે.

તેમણે બનાવેલી રસી સામાન્ય તાપમાન પર પણ રાખી શકાય છે જેથી કરીને એને refrigerate કરવાનો પણ ખર્ચો નહીં રહે. ઉંદરમાં આ પેચ મૂકવાના 2 અઠવાડીયામાં antibody જોવા મળ્યા હતા જો કે એમને લાંબા ગાળા માટે તપાસવામાં આવ્યા નહોતા પણ સંશોધકોના જણાવ્યા અનુસાર MERS-CoVની રસી આપ્યા સુધી એકાદ વર્ષ સુધી antibody શરીરમાં રહે છે. હવે શંશોધકો આ રસીનું અપૃવલ FDA આગળથી લઈને ફેજ 1ની ક્લિનિકલ ટ્રાયલ માનવ જાત પર કરસે જે થોડા મહિનાઓમાં ચાલુ થઈ જશે.દર્દીઓમાં આ રસી પહોચતા કદાચ વર્ષ નીકળી જશે પણ હમણાં દવા માટેના થોડા નિયમોના ફેરફારના કારણે બની શકે દવા જલ્દી પણ દર્દીઓમાં ચેક કરી શકાય. ત્યાં સુધી એક જ દવા છે અને એ છે lockdown, કવરેંટાઈન અને આઇસોલેસન.
First published: April 5, 2020, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading